540 ફુટ ઊંડા બોરમાં ફસાયેલી ઈન્દિરા જિંદગી સામેના જંગમાં હારી
તમામ પ્રયાસો છતાં ૩૨ કલાકનું રેસ્કયુ ઓપરેશન નિષ્ફળ
યુવતીનો મૃતદેહ ફુલાઈ ગયો હોવાથી બોરવેલમાંથી બહાર કાઢવામાં મુશ્કેલી પડીઃ મૃતદેહ જામનગર ખસેડાયો
ભુજ: ભુજના કંઢેરાઈ ગામે બોરવેલમાં ફસાયેલી રાજસ્થાની યુવતી ઈન્દિરાછેવટે જિંદગીનો જંગ હારી ગઈ છે. ૩૨ કલાકનું રેસ્કયુ ઓપરેશન નિષ્ફળ ગયું છે. એનડીઆરએફ બીએસએફ ડિઝાસ્ટર સહિતની એજન્સીઓના ભરચક પ્રયાસો વચ્ચે યુવતીને બહાર કાઢવામાં એક તબક્કે માત્ર ૬૦ ફૂટનું અંતર રહી ગયું હતું. જો કે યુવતી ફરી ૧૦૦ ફૂટ નીચે સરકી ગઈ હતી. આ તમામ પ્રયાસો સફળ થયા ન હતા. આજે પણ દિવસભરની અથાગ મહેનત બાદ સાંજે ૪ વાગ્યાની આસપાસ યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી. જેને જી.કે.જનરલ હોસ્પિટલમાં લઈ જવાતા તબીબોએ મૃત જાહેર કરી હતી. ઈન્દિરાના મૃતદેહને જામનગર ફોરેન્સિક લેબોરેટરીમાં ખસેડવામાં આવ્યો છે. યુવતીનો મૃતદેહ ફુલાઈ ગયો હોવાથી તેને બોરવેલમાંથી બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી હતી.
યુવતીને બહાર કાઢવામાં એક તબક્કે માત્ર ૬૦ ફુટનું અંતર હતું પણ અડચણ આવતા ફરી ૧૦૦ ફુટ નીચે સરકી ગઈ
મૂળ રાજસ્થાનના પ્રતાપગઢની અને હાલમાં કાકાઈ ભાઈ સાથે રહેતી ઈન્દિરા મીણા નામની ૧૮ વર્ષિય યુવતી ગત રોજ સોમવારે વહેલી પરોઢે ૬ વાગ્યાના અરસામાં ૫૪૦ ફૂટ ઊંડા બોરમાં પડી ગઈ હતી. આપઘાત અકસ્માત કે પછી હત્યા સહિતના સવાલો પેદા કરનારા આ ચર્ચાસ્પદ કિસ્સામાં આખરે આજે સાંજે ઈન્દિરાનો મૃતદેહ હાથ લાગ્યો હતો. ૩૨ કલાક સુધી સતત રેસ્કયુ ઓપરેશન જારી રાખવામાં આવ્યો હતો. યુવતીને સલામત રીતે બહાર કાઢવા માટે સ્થાનિક તંત્રથી માંડીને ગાંધીનગરથી ટીમો દોડી આવી હતી. ગઈકાલે વહેલી સવારથી એનડીઆરએફ બીએસએફઆર્મી ડીઝાસ્ટર મેનેજમેન્ટફાયર બ્રિગેડ સહિતની ટીમો દ્વારા રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર જિલ્લા પોલીસ વડા પ્રાંત અધિકારી સહિતનાઓ પણ ઘટના સ્થળે ખડે પગેે હાથ રહ્યા હતા.
પ્રાથમિક કામગીરીમાં સફળતા ન સાંપડતા એનડીઆરએફની ટીમ બોલાવાઈ હતી. ટીમ દ્વારા બોરવેલ આસપાસ સ્ટ્રકચર તૈયાર કરીને યુવતીને સહી સલામત રીતે બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરાયા હતા. ગત રોજ શરૂઆતમાં બચાવો બચાવો યુવતીની બુમો સંભળાતી હતી જેથી આશા જીવંત હતી. જો કે ત્યારબાદ તે અવાજ આવતા બંધ થઈ ગઈ હતી. બે દિવસ ચાલેલા રેસ્કયુ ઓપરેશન દરમિયાન યુવતી જીવીત છે કે કેમ તેની સતત વોચ રાખવામાં આવતી હતી.
૫૪૦ ફૂટ ઊંંડા બોરમાં પડી ગયેલી યુવતીને રેસ્કયુ ઓપરેશન દરમિયાન એક તબક્કે ઉપર આવી ગઈ હતી. અને માત્ર ૬૦ ફૂટનું અંતર બાકી રહ્યું હતું. ત્યારેઅડચણ આવતાં યુવતી ફરી ૧૦૦ ફૂટી નીચે સરકી ગઈ હતી. જયાંથી તેને બહાર કાઢવાના ફરી પ્રયાસો શરૂ કરાયા હતા. જો કે ૩૨ કલાકના રેસ્કયુ બાદ ઈન્દિરા જિંદગીનો જંગ હારી ગઈ હતી. ૩૦ કલાકના રેસ્કયુ ઓપરેશન દરમિયાન બબ્બે વખત ૧૦૦ ફૂટના અંતરે આવ્યા બાદ ફરી ૫૦૦ ફુટ નીચે સરકી ગઈ હતી.જેથી રેસ્કયુ ઓપરેશન ચેલેન્જ સમાન બની ગયું હતું. યુવતીને એનડીઆરએફની ટીમ દ્વારા રોબોટીક ટેકનોલોજીની મદદથી મૃતદેહ બહાર કઢાયો હતો. મૃતદેહ બોરવેલમાં જ ફુલી ગયો હોવાથી બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી હતી.