મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ ઉત્સવ 2025 પૂર્ણ, પ્રથમવાર ટ્રાન્સજેન્ડર દેવિકા દેવેન્દ્રએ કર્યું પર્ફોમન્સ
Uttarardh Mahotsav 2025 : મોઢેરાના સૂર્ય મંદિરના 18 અને 19 જાન્યુઆરીના રોજ ઉત્તરાર્ધ ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ઉત્તરાયણ બાદ ઉજવાતા શાસ્ત્રીય નૃત્યના પર્વ ઉત્તરાર્ધ મહોત્સવમાં દેશભરમાંથી જાણિતા કલાકારો ભાગ લે છે. ત્યારે ઉત્તરાર્ધ મહોત્સવના બીજા ઇતિહાસમાં પ્રથમવાર ટ્રાન્સજેન્ડર દેવિકા દેવેન્દ્ર પોતાનું કથ્થક નૃત્ય રજૂ કરી સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. સૂર્યના પ્રથમ કિરણની સાક્ષી પૂરતું ભારતનું પ્રથમ સોલાર વિલેજ ઘૂંઘરુનો ઝણકાર અને તાળીઓની ગૂંજથી ગૂંજી ઊઠ્યું હતું.
તેઓ ભારતીય શાસ્ત્રી નૃત્યમાં જેમાં ખાસ કરીને કથક ક્ષેત્રે ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર કલાકાર તરીકે જાણીતા છે અને નેશનલ લેવલે માન્યતા પ્રાપ્ત કરી છે.
દેવિકા દેવેન્દ્ર એસ મંગલામુખી મૂળ રાજસ્થાનના વતની છે . તેઓ હાલમાં ઉત્તર પ્રદેશ સરકારના ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડમાં રાજ્ય કાર્યકારી સભ્ય સલાહકાર તરીકે સેવા આપે છે.
દેવિકા દેવેન્દ્ર લિંગ અધિકાર માટે સતત આપતા રહ્યા છે, ટ્રાન્સજેન્ડર સમુદાયને તેમની પાસે ખૂબ આશાઓ અને અપેક્ષાઓ છે. દેવિકા દેવેન્દ્ર ભાજપ સાથે પણ સંકળાયેલા છે.