Get The App

કિન્નરની તેના પ્રેમીએ પોતાની માતાની નજર સામે જ ચપ્પુના અનેક ઘા ઝીંકી હત્યા કરી

સુરતમાં સતત ચોથા દિવસે હત્યા : ઉમરવાડા ટેનામેન્ટમાં સવારે હત્યા : વરીયાવી બજારમાં રહેતી કિન્નર સંજના કુંવરને 13 વર્ષથી કિશન જેઠવા સાથે પ્રેમ હતો અને કિશન તેની સાથે જ રહેતો હતો

કિશન છેલ્લા બે મહિનાથી માતા સાથે રહેવા આવી જતા સંજના કુંવરને ગમ્યું નહોતું તેથી અવારનવાર કિશનના ઘરે આવી ધમકી આપતી હતી : સંજના કુંવર બુધવારે મોડીરાત્રે આવી રોકાઈ હતી અને સવારે સાથે લઈ જવા ઝઘડો કરતા કિશને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી : પોલીસે કિશનની ધરપકડ કરી

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
કિન્નરની તેના પ્રેમીએ પોતાની માતાની નજર સામે જ ચપ્પુના અનેક ઘા ઝીંકી હત્યા કરી 1 - image


- સુરતમાં સતત ચોથા દિવસે હત્યા : ઉમરવાડા ટેનામેન્ટમાં સવારે હત્યા : વરીયાવી બજારમાં રહેતી કિન્નર સંજના કુંવરને 13 વર્ષથી કિશન જેઠવા સાથે પ્રેમ હતો અને કિશન તેની સાથે જ રહેતો હતો

- કિશન છેલ્લા બે મહિનાથી માતા સાથે રહેવા આવી જતા સંજના કુંવરને ગમ્યું નહોતું તેથી અવારનવાર કિશનના ઘરે આવી ધમકી આપતી હતી : સંજના કુંવર બુધવારે મોડીરાત્રે આવી રોકાઈ હતી અને સવારે સાથે લઈ જવા ઝઘડો કરતા કિશને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી : પોલીસે કિશનની ધરપકડ કરી

સુરત,: સુરતમાં હત્યાનો સિલસિલો ચોથા દિવસે પણ યથાવત રહ્યો છે.સુરતના ઉમરવાડા ટેનામેન્ટમાં આજે સવારે 40 વર્ષીય કિન્નરની 29 વર્ષીય પ્રેમીએ પોતાના જ ઘરમાં પોતાની માતાની નજર સામે જ ચપ્પુના અનેક ઘા મારી હત્યા કરી હતી અને બાદમાં ફરાર થઈ ગયો હતો.જોકે, સલાબતપુરા પોલીસે તેને ઝડપી પાડી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેમની વચ્ચે છેલ્લા 13 વર્ષથી પ્રેમ હતો અને તેઓ સાથે જ રહેતા હતા.પણ પ્રેમી યુવાન છેલ્લા બે મહિનાથી માતા સાથે રહેવા આવી જતા કિન્નરને ગમ્યું નહોતું અને તે અવારનવાર યુવાનના ઘરે આવી સાથે આવવા ધમકી આપતી હોય આજે સવારે તે બાબતે થયેલા ઝઘડામાં યુવાને તેની હત્યા કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉમરપાડા ટેનામેન્ટ બિલ્ડીંગ નં.ડી/1 રૂમ નં.87 માં છેલ્લા બે મહિનાથી માતા મીનાબેન સાથે રહેતા 29 વર્ષીય કિશન પ્રવિણચંદ જેઠવાને 13 વર્ષથી કિન્નર સંજના કુંવર( મૂળ નામ : ભીમરાવ શ્રીપત જુમડે ) ( ઉ.વ.40, રહે.હાલ ઘર નં.7/બી, મુસીબતપુરા ઝુપડપટ્ટી, વરીયાવી બજાર, સુરત ) સાથે પ્રેમસંબંધ હોય બંને સાથે જ રહેતા હતા.જોકે, કિશન બે મહિના પહેલા માતા પાસે રહેવા આવી જતા સંજના કુંવરને ગમ્યું નહોતું અને તે અવારનવાર કિશનના ઘરે આવી તેને ધમકી આપતી હતી કે તું અમારી સાથે પાછો ચાલ્યો આવ નહીં તો તને છોડીશું નહીં.વર્ષોથી કિન્નરો સાથે જ રહેતો અને ફરતો કિશન કોઈ કારણસર સંજના કુંવર સાથે જવા માંગતો નહોતો.ગતરાત્રે 11.30 વાગ્યે કિશન અને તેની માતા જમી પરવારીને સૂવાની તૈયારી કરતા હતા ત્યારે સંજના કુંવર ઘરે આવતા કિશનની માતા નીચે પથારી કરી સુઈ ગયા હતા.જયારે કિશન અને સંજના કુંવર પલંગ ઉપર સુઈ ગયા હતા.

કિશનના માતા મીનાબેનની સવારે સાત વાગ્યે આંખ ખુલી ત્યારે કિશન અને સંજના કુંવર વચ્ચે કિશનને લઈ જવા બાબતે ઝઘડો થતો હતો.આથી મીનાબેન ગભરાઈને રૂમમાં એકબાજુ ઉભા રહી ગયા હતા.તે સમયે અચાનક કિશન ઉશ્કેરાઈ જઈ રસોડામાંથી ચપ્પુ લાવ્યો હતો અને હું તારી સાથે કદી આવવાનો નથી અને તને પણ આજે જીવતી મુકવાનો નથી તેમ કહી સંજના કુંવરને ધક્કો મારી તિજોરી નજીક ખૂણામાં પાડી દઈ ચપ્પુ વડે સંજના કુંવરને ડાબા હાથે કોણીથી કાંડા વચ્ચે, પેટના ભાગે, છાતીના ભાગે, જમણા બાવડાના નીચે, જમણા હાથે, જમણા પગે ઘુંટણના નીચે, ડાબા પગે અને ડાબા પગના થાપાના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.સંજના કુંવર અને મીનાબેને બુમાબુમ કરતા કિશન ત્યાંથી ભાગી ગયો હતો.

કિન્નરની તેના પ્રેમીએ પોતાની માતાની નજર સામે જ ચપ્પુના અનેક ઘા ઝીંકી હત્યા કરી 2 - image

ગંભીર ઈજાને લીધે સંજના કુંવરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.આ અંગે જાણ થતા તેના મોટા ભાઈ દાદારામ શ્રીપત જુમડે ( રહે.પાદર ફળીયુ, અખાડાની સામે, ઉમરા, સુરત. મૂળ રહે.ડોલારખેડ, તા.શેગાવ, જી.બુલદાણા, મહારાષ્ટ્ર ) એ સલાબતપુરા પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી,પોલીસે ગણતરીના કલાકોમાં કિશનની ધરપકડ કરી હતી.વધુ તપાસ ઈન્ચાર્જ પીઆઈ એસ.એન.દેસાઈ કરી રહ્યા છે.


સંજના કુંવરે વર્ષ અગાઉ રૂ.1.50 લાખ ખર્ચ કરી સ્ત્રીનું ગુપ્તાંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું

સુરત, : જેની હત્યા થઈ તે કિન્નર સંજના કુંવરે એક વર્ષ અગાઉ રૂ.1.50 લાખનો ખર્ચ કરીને મહારાષ્ટ્રમાં સ્ત્રીનું ગુપ્તાંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું.

કિન્નરની તેના પ્રેમીએ પોતાની માતાની નજર સામે જ ચપ્પુના અનેક ઘા ઝીંકી હત્યા કરી 3 - image

ફેસબુક મારફતે એકબીજાના સંપર્કમાં આવેલા કિશન અને કિન્નર સંજના કુંવરે લીવ ઈન કરાર પણ કર્યો હતો : માતાના આગ્રહને લીધે કિશન કરાર રદ કરવા માંગતો હતો

સુરત, : અગાઉ ચ્હાની કીટલી ઉપર કામ કરતા કિશન અને કિન્નર સંજના કુંવર ફેસબુક મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.ત્યાર બાદ કિશન સંજના કુંવરની સાથે પડછાયાની જેમ રહેવા લાગ્યો હતો.સંજના કુંવરને બોયફ્રેન્ડની જરૂર હતી જયારે કિશનને પૈસાની આથી બંનેને એકબીજા સાથે ફાવતું હતું.સંજના કુંવર કિશનને રોજના રૂ.1 હજાર વાપરવા આપતી પણ હતી.બાદમાં બંનેએ વકીલ મારફતે લીવ ઈન કરાર પણ કર્યો હતો.જોકે, થોડા સમય અગાઉ કિશનને માતાએ આ સંબંધ શોભતો નથી તેમ કહી તેને તોડવા આગ્રહ કરતા કિશને લીવ ઈન કરાર રદ કરવા સંજના કુંવરને વાત કરી હતી.સંજના કુંવર ફોન ઉપર વકીલને ત્યાં જઈ કરાર રદ કરવાની વાત કરતી હતી.પણ રૂબરૂમાં ઇન્કાર કરતી હોય કિશન માતાને ત્યાં રહેવા ચાલ્યો જતા શરૂ થયેલા ઝઘડામાં આખરે કિન્નર સંજના કુંવરની હત્યા થઈ હતી.


Google NewsGoogle News