Get The App

જામનગરના માજી રાજવી જામસાહેબનાં પ્રજાલક્ષી નિર્ણય પછી તંત્ર દ્વારા બાગની કાયાપલટ

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
જામનગરના માજી રાજવી જામસાહેબનાં પ્રજાલક્ષી નિર્ણય પછી તંત્ર દ્વારા બાગની કાયાપલટ 1 - image


જામનગરમાં પાર્ક કોલોની નજીક આવેલ પૂ.ધનકુંવરબા સ્વામી આયુર્વેદિક ઔષધિ ઉદ્યાન જે જોગર્સ પાર્કનાં નામથી પ્રસિદ્ધ છે એ ઘણા સમયથી બંધ હતું. પરંતુ તાજેતરમાં જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજાનાં આ બાગ પ્રજાનાં પુન: ઉપયોગમાં આવી શકે એવો નિર્ણય લેતા તંત્ર દ્વારા આ બાગને નવા રંગરૂપ આપી ઔષધિય વૃક્ષો વાવવામાં આવ્યા છે.

જામનગરના માજી રાજવી જામસાહેબનાં પ્રજાલક્ષી નિર્ણય પછી તંત્ર દ્વારા બાગની કાયાપલટ 2 - image

આજે મેયર વિનોદ ખીમસૂર્યા, ડે.મેયર ક્રિષ્ના સોઢા, શાસક પક્ષ નેતા આશિષ જોષી, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરા સહિતનાં આગેવાનો તથા કમિશ્નર ડી.એન.મોદી સહિતનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં આ બાગ નું પુન: લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માજી રાજવી ના પ્રતિનિધિ તરીકે નરેન્દ્રસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.


Google NewsGoogle News