Get The App

ગુજરાતમાં 18 IAS, 8 IPSની બદલી-પોસ્ટિંગ : જયંતી રવિની વાપસી, મનોજ દાસ CMOમાં, જુઓ લિસ્ટ

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં 18 IAS, 8 IPSની બદલી-પોસ્ટિંગ : જયંતી રવિની વાપસી, મનોજ દાસ CMOમાં, જુઓ લિસ્ટ 1 - image


GUJARAT BUREAUCRACY : ગુજરાતમાં આજે IAS અને IPS બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. 18 IAS અધિકારીઓની જવાબદારી બદલવામાં આવી છે જેમાં બદલીની સાથે સાથે પોસ્ટિંગ સામેલ છે. આ સિવાય આઠ IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં મોટા ભાગના પોસ્ટિંગ માટે રાહ જોઈ રહ્યા હતા.


જયંતી રવિની ગુજરાતમાં વાપસી:

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એ કે રાકેશ નિવૃત્ત થયા પછી 18 જેટલા સીનીયર IAS ની બદલીના આદેશો જારી કર્યા છે જેમાં ડૉ. જયંતિ રવિ, ડૉ ટી નટરાજન અને રાજીવ ટોપનો તેમની પ્રતિનિયુક્તિ પછી રાજ્ય કેડરમાં પાછા ફર્યા બાદ નિમણૂંક આપવામાં આવી છે. 


અગ્નિકાંડ બાદ જેમને વેઈટિંગ ફોર પોસ્ટિંગ અપાયું હતું તેમને ADGP બનાવાયા


રાજકોટમાં અગ્નિકાંડ બાદ અનેક અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. એવામાં તે સમયે જે રાજકોટના કમિશનર હતા તે રાજુ ભાર્ગવને ADGPની જવાબદારી આપી દેવામાં આવી છે.  

કયા IAS અધિકારીની ક્યાં બદલી થઈ, જુઓ આખું લિસ્ટ :

અધિકારીનું નામ

અગાઉ કયા પદે હતા

નવી જવાબદારી

વધારાનો હવાલો

સુનૈના તોમર

અધિક મુખ્ય સચિવ (સામાજિક કલ્યાણ)

અધિક મુખ્ય સચિવ (ઉચ્ચતર શિક્ષણ મંત્રાલય) તરીકે બદલી

તેમની પાસે અધિક મુખ્ય સચિવ (સામાજિક કલ્યાણ)નો વધારાનો હવાલો રહેશે

પંકજ જોશી

મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ

-

અધિક મુખ્ય સચિવ (પોર્ટ-ટ્રાન્સપોર્ટ વિભાગ)નો વધારાનો હવાલો

મનોજ કુમાર દાસ

અધિક મુખ્ય સચિવ (રેવન્યુ વિભાગ)

મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પદે બદલી

અધિક મુખ્ય સચિવ (ગૃહવિભાગ)નો વધારાનો હવાલો

જયંતી રવિ

અધિક મુખ્ય સચિવ (રેવન્યુ વિભાગ)માં નિમણૂક

જયંતી રવિ ચાર્જ સંભાળે ત્યાં સુધી સ્વરૂપ દાસ સંભાળશે જવાબદારી

અંજુ શર્મા

અધિક મુખ્ય સચિવ(શ્રમ અને રોજગાર વિભાગ)

અધિક મુખ્ય સચિવ (કૃષિ વિભાગ)માં બદલી

એસ. જે. હૈદર

અધિક મુખ્ય સચિવ (ઉદ્યોગ વિભાગ)

અધિક મુખ્ય સચિવ (ઉર્જા વિભાગ) પદે બદલી

જગદીશ પ્રસાદ ગુપ્તા

અધિક મુખ્ય સચિવ (નાણાં)

અધિક મુખ્ય સચિવ (આદિવાસી કલ્યાણ વિભાગ) પદે બદલી

ટી. નટરાજન

નાણાં વિભાગના મુખ્ય સચિવ પદે નિમણૂક

ટી. નટરાજન જવાબદારી સંભાળે ત્યાં સુધી નાણાં વિભાગની વધારાની જવાબદારી રાજીવ ટોપનો પાસે રહેશે

મમતા વર્મા

મુખ્ય સચિવ (ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ)

ઉદ્યોગ વિભાગમાં મુખ્ય સચિવ તરીકે બદલી

મુકેશ કુમાર

મુખ્ય સચિવ (ઉચ્ચતર શિક્ષણ)

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ તરીકે બદલી

રાજીવ ટોપનો

ચીફ કમિશનર (સ્ટેટ ટેક્સ) પદે નિમણૂક

એસ. મુરલી કૃષ્ણા

મુખ્ય સચિવ (આદિવાસી કલ્યાણ વિભાગ)

રાજ્ય ચૂંટણી પંચમાં સ્પેશ્યલ ડ્યુટી ટુ કમિશનર પદે બદલી

વિનોદ રામચંદ્ર રાવ

સચિવ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ)

શ્રમ અને રોજગાર વિભાગમાં સચિવ તરીકે બદલી

અનુપમ આનંદ

કમિશનર (લેબર)

ટ્રાન્સપોર્ટ વિભાગમાં કમિશનર તરીકે બદલી

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરના પદનો વધારાનો હવાલો

રાજેશ માંજુ

રાજ્યપાલના મુખ્ય સચિવ

મહેસૂલ નિરીક્ષણ કમિશનર તરીકે બદલી

રાકેશ શંકર

સચિવ (સામાન્ય વહીવટ)

કમિશનર (મહિલા અને બાળ વિકાસ) તરીકે બદલી

કે.કે. નિરાલા

કમિશનર (મહિલા અને બાળ વિકાસ)

સચિવ (નાણા વિભાગ (ખર્ચ))

એ. એમ. શર્મા

વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (GSRTC)

રાજ્યપાલના મુખ્ય સચિવ તરીકે બદલી



કયા IPS અધિકારીની ક્યાં થઈ બદલી, જુઓ લિસ્ટ:

અધિકારીનું નામ

અગાઉ કયા પદે હતા

નવી જવાબદારી

રાજુ ભાર્ગવ

વેઇટિંગ ફોર પોસ્ટિંગ

અધિક પોલીસ મહાનિર્દેશક (આર્મ્સ યુનિટ)

વિકાસ સૂંડા

રાજ્યપાલના ADC

વેઇટિંગ ફોર પોસ્ટિંગ

બિશાખા જૈન

વેઇટિંગ ફોર પોસ્ટિંગ

કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-4, પાવડી, દાહોદની ખાલી પડેલી એક્સ-કેડર પોસ્ટ

રાઘવ જૈન

વેઇટિંગ ફોર પોસ્ટિંગ

સુપરિન્ટેન્ડેન્ટ, સેન્ટ્રલ જેલની ખાલી પડેલી એક્સ-કેડર પોસ્ટ

ડો. જીતેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ

વેઇટિંગ ફોર પોસ્ટિંગ

પોલીસ અધિક્ષક, રાજ્ય ટ્રાફિક શાખા-1, ગાંધીનગરની ખાલી પડેલી પૂર્વ સંવર્ગની જગ્યા પર નિમણૂક

ડો. નિધિ ઠાકુર

વેઇટિંગ ફોર પોસ્ટિંગ

અધિક્ષક, મધ્યસ્થ જેલ, વડોદરા

કોરુકોંડા સિદ્ધાર્થ

વેઇટિંગ ફોર પોસ્ટિંગ

રાજ્યપાલના ADC

જે.એ.પટેલ

વેઇટિંગ ફોર પોસ્ટિંગ

ગાંધીનગરના પોલીસ અધિક્ષક (S.C.R.B.)




Transfer

Google NewsGoogle News