VIDEO : મહેસાણાના ઉચરપી ગામ પાસે ટ્રેઈની વિમાન ક્રેશ, મહિલા પાઈલટ ઈજાગ્રસ્ત
Training plane crashes in Mehsana : મહેસાણાના ઉચરપી ગામમાં ટ્રેનિંગ દરમિયાન એક નાનું વિમાન ક્રેશ થયું હોવાની વિગતો સામે આવી છે. એક પ્રાઈવેટ કંપની દ્વારા અપાઈ રહેલી ટ્રેનિંગ દરમિયાન વિમાન ઉચરપી ગામના ખેતરમાં ક્રેશ થયું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો અને અધિકારીઓની ટીમ ઘટના સ્થલે દોડી ગઈ છે.
ટ્રેઈની મહિલા પાયલટ ઈજાગ્રસ્ત
મળતા અહેવાલો મુજબ આજે મહેસાણાના એરોડ્રોમ પર ચાલી રહેલા પાયલોટ ટ્રેનિગ સેન્ટરમાંથી ટ્રેનિંગ દરમયિાન એક નાના વિમાને ઉડાન ભરી હતું, જે ઉચરપી ગામના ખેતરમાં ક્રેશ થયું છે. આ ઘટનામાં એક ટ્રેઈની મહિલા પાયલોટ ઈજાગ્રસ્ત થઈ છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસનો કાફલો અને અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે
એક પ્રાઈવેટ કંપની દ્વારા પાયલોટોને ટ્રેનિંગ અપાઈ રહી હોવાનું તેમજ આ દરમિયાન નાનું વિમાન ક્રેશ થયું હોવાની પણ વિગતો સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારી સહિતનો કાફલો તેમજ તંત્રના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ઉપરાંત તાત્કાલીક 108ને જાણ કરાતા એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટના સ્થલે આવી મહિલા પાયલોટને હોસ્પિટલમાં ખસેડી છે. આ ઘટના કયા કારણોસર થઈ, તેની તપાસ શરૂ કરી દેવાઈ છે.