Get The App

કરજણ હાઈવે ઉપરથી દારૂનો જથ્થો ભરેલું ટ્રેલર ઝડપાયું : 33.87 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવર-ક્લીનરની ધરપકડ

Updated: Jan 28th, 2025


Google News
Google News
કરજણ હાઈવે ઉપરથી દારૂનો જથ્થો ભરેલું ટ્રેલર ઝડપાયું : 33.87 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવર-ક્લીનરની ધરપકડ 1 - image


Vadodara Liquor Smuggling : કરજણ નેશનલ હાઈવે ઉપર ભરથાના ટોલનાકા પાસેથી દારૂનો જથ્થો ભરેલું એક ટેન્કર જિલ્લા પોલીસે ઝડપી પાડ્યું હતું. 

કરજણ તાલુકામાં ભરથાણા ગામની સીમમા આવેલ નેશનલ હાઇવે નંબર 48 ના ટોલનાકા પાસે રામદેવ હોટલની સામે ભરૂચથી વડોદરા તરફ આવતા ટ્રેક ઉપર જિલ્લા પોલીસની એલસીબીની ટીમ શંકાસ્પદ વાહન ચેકીંગ કરતી હતી દરમ્યાન મહારાષ્ટ્ર પાસિંગનું એક ટ્રેલર આવતાં તેને રોકી તપાસ હાથ ધરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની 6456 બોટલો ભરેલી 363 પેટીઓ મળી હતી.

કરજણ હાઈવે ઉપરથી દારૂનો જથ્થો ભરેલું ટ્રેલર ઝડપાયું : 33.87 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવર-ક્લીનરની ધરપકડ 2 - image

રૂ.18.67 લાખ કિંમતનો દારૂનો જથ્થો તથા ત્રણ મોબાઇલ તથા ટેલર મળી કુલ રૂપિયા 33.87 લાખના મુદ્દામાલ સાથે પ્રમોદ ઉકડરાવ રમધમ (રહે.આજંડોહ તા.કારંજા જી.વરઘા મહારાષ્ટ્ર) તથા કલીનર અજય રમેશ ઉઇકે (રહે. મરકસુર તા.કારંજા જી. વરઘા મહારાષ્ટ્ર)ને ઝડપી પાડ્યા હતા. ટેલરમાં વિદેશી દારૂનો જથ્થો સુનીલ નામના શખ્સે ભરાવી આપ્યો હતો તેવી માહિતી પૂછપરછ દરમિયાન જાણવા મળી હતી. આ અંગે કરજણ પોલીસમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Tags :
VadodaraVadodara-PoliceKarjan-HighwayLiquor-Smuggling

Google News
Google News