જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર પગપાળા ચાલીને જઈ રહેલા યુવાનનું બાઈકની ઠોકરે કરુણ મૃત્યુ
Jamnagar Accident : જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર ગોરધન પર ગામના પાટીયા પાસે હિટ એન્ડ રનના બનાવમાં પુરઝડપે આવી રહેલા બાઇકની ઠોકરે એક શ્રમિક યુવાનનો ભોગ લેવાયો છે.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જામનગર પંથકમાં રહેતા રતનભાઇ આંબલીયાર નામના 42 વર્ષના પરપ્રાંતીય શ્રમિક યુવાન કેજે ગઈકાલે ગોરધન પર ગામના પાટીયા પાસે પોતાના માથા પર બળતણનો ભારો ઉઠાવીને પગપાળા ચાલીને જઈ રહ્યા હતા. જે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા જીજે-12 સી.એ. 3198 નંબરના બાઈકના ચાલકે તેઓને ઠોકરે ચડાવતાં માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી, અને તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર વિશાલ રતનભાઇ આમલીયારે સિક્કા પોલીસ મથકમાં બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.