Get The App

સરથાણામાં સ્કુલ બસે બે વર્ષની બાળાને અડફેટે લેતા કરુણ મોત

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
સરથાણામાં સ્કુલ બસે બે વર્ષની બાળાને અડફેટે લેતા કરુણ મોત 1 - image


- સચીનમાં ટ્રકે બાઇકને ટક્કર મારતા યુવાનનું મોત

સુરત,:

સુરતમાં માર્ગ અકસ્માતના બે બનાવમાં સરથાણામાં શ્યામધામ મંદિર પાસે બાળકીને સ્કુલ બસે અડફેટે લેતા મોતને ભેટી હતી. બીજા બનાવમાં સચીન રોડ પર ટ્રકે બાઇકને ટક્કર મારતા ગંભીર ઇજા થતા યુવાનનું મોત નીંપજયું હતું.

સ્મીમેર અને પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ મુળ જુનાગઢના કેશોદમાં વતની અને હાલમાં સરથાણામાં શ્યામધામ મંદિર પાસે શિવધારા સ્કાય લાઇટમાં રહેતા ૬૩ વર્ષીય જતિનભાઇ પરબતભાઇ સાવલીયા આજે સવારે પૌત્રી ધ્રીયા સાગર સાવલીયા (ઉ-વ-૮)ને એપાર્ટમેન્ટના ગેટ પાસે સ્કુલ બસમાં મુકવા જતા હતા. અને તેમની સાથે તેમની નાની પૌત્રી ૨ વર્ષ ૧૦ માસની મિક્ષી સાગર સાવલીયાને લઇ ગયા હતા. બાદમાં એપાર્ટમેન્ટના ગેટ પાસે મિક્ષીને રીક્ષામાં રમતી હતી. ત્યારાબાદ જતિનભાઇ ધ્રીયાને સ્કુલ બસમાં બેસાડીને પરત રીક્ષા પાસે આવતા હતા. તે સમયે અચાનક રીક્ષામાંથી ઉતર્યા બાદ મિક્ષીને સ્કુલ બસના ચાલકે ટક્કર મારીને બસ લઇને ભાગી ગયો હતો. જોકે ગંભીર ઇજા પામેલી મિક્ષીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. જયારે મિક્ષીની મોટી બહેન ધ્રીયા પરવત પાટીયાના કેનાલ રોડની યુરો સ્કુલમાં ધો.૧માં અભ્યાસ કરે છે. જયારે તેના પિતા સાગર અને માતા આરૃહી છેલ્લા ધણા માસથી લંડનમાં રહે છે. જયારે જતિનભાઇ નિવૃત જીવન ગાળે છે. આ અંગે સરથાણા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં મુળ ઉચ્છલમાં નવાફળિયાના વતની અને હાલમાં સચીન વિસ્તારમાં રહેતો ૧૯ વર્ષીય અભિ સંજય ઢોડીયા ગત બપોરે બાઇક પર કામ અર્થે જતો હતો. તે સમયે સચીન રોડ દુરદર્શન ટાવર પાસે ટ્રકચાલકે બાઇકને અડફેટે લેતા ગંભીર ઇજા થઇ હતી. જેથી તેનું ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીંપજયું હતું. સચીનમાં હીરાના ખાતામાં કામ કરતો હતો. તે એક બહેનનો એકને એક લાડકવાય ભાઇ હતો. તેના પિતા નિવૃત જીવન ગાળે છે. આ અંગે સચીન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News