Get The App

જામનગર નજીક ઇકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત: નવી કાર ખરીદવા નિકળેલા સાળા-બનેવીનું મોત

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક ઇકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત: નવી કાર ખરીદવા નિકળેલા સાળા-બનેવીનું મોત 1 - image


Jamnagar Accident : જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ઇકો કાર અને બાઈક વચ્ચેના ગોજારા અકસ્માતમાં કાલાવડના વતની સાળા-બનેવીના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા. નવી કારની ખરીદી અર્થે સાળો-બનેવી જામનગર આવી રહ્યા હતા, જે દરમિયાન ઠેબા ચોકડી પાસે ગોજારો અકસ્માત સર્જાતાં બંનેના કરુણ મૃત્યુ નીપજ્યા હોવાથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતા લક્ષ્મીકાંતભાઈ ભુદરજીભાઈ સોંડાગર (ઉંમર વર્ષ 41) કે જેઓને નવી કાર ખરીદ કરવી હોવાથી પોતાના મોટર સાયકલ પર બેસીને કાલાવડથી જામનગર તરફ આવી રહ્યા હતા, અને તેઓએ પોતાની સાથે બાઈકમાં પોતાના જ બનેવી રાજેશભાઈ રતિલાલભાઈ ગંગાજળિયા (45) ને પાછળ બેસાડ્યા હતા.

 જેઓ બંને સોમવારે બપોરે 4.15 વાગ્યે કાલાવડ જામનગર રોડ પર ઠેબા ચોકડી પાસે પહોંચ્યા હતા, જે દરમિયાન જામનગર તરફથી ફુલ સ્પીડમાં આવી રહેલી જી.જે-10 ડી.જે.7235 નંબરની ઇકો કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં સાળો-બનેવી બંને ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ ગયા હતા, અને તેઓને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તે પહેલાં જ બંનેના મૃત્યુ નીપજ્યા હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું.

આ અકસ્માતના બનાવ અંગે મૃતક લક્ષ્મીકાંતભાઈના કાકા દિનેશભાઈ રણછોડભાઈએ જામનગરના પંચકોસી એ. ડિવિઝન પોલીસમાં મથકમાં જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે તેમજ જામનગરની જી.જી. હોસ્પિટલે દોડી ગઇ હતી અને બંને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત ઇકો કારના ચાલક સામે ગુનો નોંધી તેની શો ખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News