Get The App

સુરતમાં ધો. 8ની વિદ્યાર્થિનીનો આપઘાત, સ્કૂલ સંચાલકો ફી માટે હેરાન કરતા હોવાનો પરિવારનો આક્ષેપ

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News
સુરતમાં ધો. 8ની વિદ્યાર્થિનીનો આપઘાત, સ્કૂલ સંચાલકો ફી માટે હેરાન કરતા હોવાનો પરિવારનો આક્ષેપ 1 - image


Surat News: રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમયાંતરે વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાનાં બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં ફરી એકવાર આપઘાતનો બનાવ બન્યો છે. આજે (21મી જાન્યુઆરી) શહેરના ગોડાદરા વિસ્તારમાં ધોરણ આઠ અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થિનીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો. જો કે,આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વિદ્યાર્થિનીને સ્કૂલ સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હોવાનો પરિવારનો આક્ષેપ 

મળતી માહિતી અનુસાર, મૃતક વિદ્યાર્થિની ગોડાદરા વિસ્તાર રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, ફી નહીં ભરવાને લઇને વિદ્યાર્થિનીને બે દિવસ સ્કૂલ સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી. વિદ્યાર્થિની સાથે અનેક વખત આવા કૃત્યો કર્યા પછી, ફી માટે દબાણ કરતા રહ્યા. આખરે વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. જોકે વિદ્યાર્થિનીના આપઘાતનું સાચુ કારણ જાણવા માટે ગોડાદરા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: સૈફ પર હુમલો કરનારાને અભિનેતાના ઘરે લઈ ગઈ પોલીસ, ક્રાઇમ સીન રિક્રિએટ કરાયો તો 19 ફિંગરપ્રિન્ટ મળ્યા


'સ્કૂલને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી'

બીજી તરફ આદર્શ પબ્લિક સ્કૂલના સંચાલકોએ મૃતક વિદ્યાર્થિની પરિવારનો આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા છે. સ્કૂલના સંચાલકોનું કહેવું છે કે, 'વિદ્યાર્થિનીઆ આપઘાતની જાણ અમને સવારે થઈ છે. સ્કૂલને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. ફી બાબતે આપઘાત કર્યો તે ખોટી વાત છે, આ પાયાવિહોણી વાત છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફી માટે માહિતી આપતા જ નથી કે તમારી કેટલી ફી જમા છે અને કેટલી બાકી. અમે વાલીઓ સાથે જ વાત કરીએ છીએ.'

સુરતમાં ધો. 8ની વિદ્યાર્થિનીનો આપઘાત, સ્કૂલ સંચાલકો ફી માટે હેરાન કરતા હોવાનો પરિવારનો આક્ષેપ 2 - image


Google NewsGoogle News