Get The App

જામનગરમાં ઢીચડા માર્ગે ભૂગર્ભની પાઇપલાઇનના કામના કારણે ત્રણ મહિના સુધી વાહન વ્યવહાર બંધ : મ્યુનિ કમિશનરનું જાહેરનામુ

Updated: Nov 25th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ઢીચડા માર્ગે ભૂગર્ભની પાઇપલાઇનના કામના કારણે ત્રણ મહિના સુધી વાહન વ્યવહાર બંધ : મ્યુનિ કમિશનરનું જાહેરનામુ 1 - image


Jamnagar : જામનગરમાં ઢીચડા માર્ગે ભૂગર્ભ ગટરની પાઇપ લાઇનનું કામ કરવાનું હોવાથી આ માર્ગ ત્રણ માસ સુધી બંધ કરવા માટેનું જાહેરનામુ મ્યુનિ. કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જામનગર મહાનગર પાલિકાના કમિશનર તથા જાડાના ચેરમેન દ્વારા જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળની હદમાં બેડી બંદર રીંગ રોડ પર આવેલ નંદવિદ્યા નિકેતન સ્કુલની સામે ઢીચડા ગામના રસ્તા પર 66 કે.વી.સબ સ્ટેશનવાળો રોડથી ખારા બેરાજાના જંક્શન સુધી ભૂગર્ભ ગટર પાઈપ લાઈન નાખવાની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.22/11/2024 થી તા.21/02/2025 સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવી છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધી બી.પી.એમ.સી. એક્ટ ની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.

 વાહન વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં બેડી બંદર રીંગ રોડ પર આવેલ નંદવિદ્યા નિકેતન સ્કુલની સામે ઢીચડા ગામના રસ્તા પર 66 કે.વી. સબ સ્ટેશનવાળો રોડથી ખારા બેરાજાના જંક્શન સુધી જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે ઢીચડા ગામમાંથી થઇ જાડાના 18 મીટર ડી.પી.રોડ પર આવેલ દરગાહ થઇ બેડી બંદર રીંગ રોડ તરફ જવાનો રોડ તથા તેને સંલગ્ન અન્ય રસ્તાઓ પર વાહન વ્યવહાર માટે ચાલુ રહેશે.

 બેડી બંદર રીંગ રોડ પર આવેલ નંદવિદ્યા નિકેતન સ્કુલની સામે ઢીચડા ગામના રસ્તા પર 66 કે.વી. સબ સ્ટેશનવાળો રોડથી ખારા બેરાજાના જંકશન સુધી જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે ઢીચડા ગામથી ખરાબેરાજા વાળા રોડ થઇ એરફોર્સ-1 ના ગેટ પાસેથી થઇ મહાકાળી ચોકડી તરફ જવાનો રોડ તથા તેને સંલગ્ન અન્ય રસ્તાઓ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે ચાલુ રહેશે.


Google NewsGoogle News