સુરતમાં ટ્રાફિક સમસ્યા વકરી, વાહન ચાલકોએ BRTS બસ સ્ટેન્ડને રસ્તો બનાવી દીધો
Traffic Problems In Surat: સુરતમાં વાહન ચાલકો પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવનારા પોલીસ અને મહાનગર પાલિકા તંત્ર ટ્રાફિક સમસ્યા નિવારવામાં નિષ્ફળ જઈ રહી છે. જેના કારણે શહેના અનેક વિસ્તારમાં રોજ ટ્રાફિકની સમસ્યા રહે છે. કલાકો સુધી લાંબા ટ્રાફિક જામમાં કંટાળેલા લોકો હવે ઘરે વહેલા પહોંચવા માટે BRTS બસ સ્ટેન્ડને રસ્તો બનાવી દીધો છે. ત્યારે પરબત પાટિયા સમ્રાટ સ્કૂલ નજીકના બીઆરટીએસના રોડમાં વાહનો પસાર થતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.
સુરતમાં ભારે ટ્રાફિકની સમસ્યા
સુરત શહેરના વિવિધ ભાગોમાં ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે. પોલીસ અને મહાનગર પાલિકા તંત્ર ટ્રાફિક સમસ્યા નિવારવા માટે નિષ્ફળ રહી છે. તેના કારણે લોકોએ કલાકો સુધી લાંબા ટ્રાફિક જામમાં ફસાવવું પડી રહ્યું છે. કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાતા લોકોને તંત્ર પર ભરોસો ન હોવાથી હવે લોકો પોતાની રીતે જ રસ્તા શોધી રહ્યાં છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પરબત પાટિયા સમ્રાટ સ્કૂલ નજીકના બીઆરટીએસ બસ સ્ટેન્ડમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. લોકો ટ્રાફિકની સમસ્યાથી કંટાળીને આવી રીતે ગેરકાયદે રસ્તો બનાવી રહ્યા છે.