Get The App

સુરતમાં બોર્ડની પરીક્ષાના 529 કેન્દ્રો નજીક 350 થી વધુ પોઇન્ટ પર ટ્રાફિકજામની સમસ્યા

બોર્ડની પરીક્ષા પહેલા સર્વે રિપોર્ટમાં ઘટસ્ફોટ

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News


સુરતમાં બોર્ડની પરીક્ષાના 529 કેન્દ્રો નજીક 350 થી વધુ પોઇન્ટ પર ટ્રાફિકજામની સમસ્યા 1 - image

- 39 પોઇન્ટ પર મેટ્રો કામને લીધે ટ્રાફિકજામ : પરીક્ષાર્થી અને વાલીઓને એડવાન્સ આયોજન કરવા શિક્ષણાધિકારીની તાકીદ

        સુરત

બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે શહેરમાં મેટ્રોના કારણે ટ્રાફિક સમસ્યા રહેતી હોવાથી સુરત જિલ્લા કલેકટરના આદેશથી સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ ૫૨૯ પરીક્ષા સ્થળોમાંથી ૩૫૦ થી વધુ સ્થળોની નજીકમાં ટ્રાફિક જામનો પ્રશ્ન રહેતો હોવાથી વિદ્યાર્થી અને વાલીઓએ પરીક્ષાના દિવસે એડવાન્સ આયોજન કરવા માટે ખાસ તાકીદ કરી  છે.

આગામી સોમવારને ૧૧ મી માર્ચથી બોર્ડની પરીક્ષાનો શુભારંભ થઇ રહ્યો છે. બીજી તરફ સુરત શહેરમાં મેટ્રોની  કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આથી પરીક્ષાના દિવસે ટ્રાફિક સમસ્યા નડી શકે તેમ હોવાથી પરીક્ષા પહેલા સુરત જિલ્લા કલેકટર સૌરભ પારગીના અધ્યક્ષસ્થાને મળેલી એકશન કમિટીની બેઠકમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં સમયસર પહોંચે તેવુ આયોજન કરવા આદેશ કર્યો હતો. ખાસ કરીને જે જે પરીક્ષા કેન્દ્રો નજીક કામગીરી ચાલી રહી છે. અને ટ્રાફિક જામ થઇ રહ્યો છે. તેનો વિગતવાર અહેવાલ મેળવીને જાત તપાસ કરીને જેટલા પણ પોઇન્ટ પર સમસ્યા હોઇ તેની માહિતી પોલીસ વિભાગને ઉપલબ્ધ કરાવવા આદેશ કર્યો હતો. જેથી કરીને પોલીસ દ્વારા આ પોઇન્ટ પર ખાસ ટ્રાફિક જામ ના થાય તે માટે વ્યવસ્થા કરી શકાય.

આ આદેશના પગલે સુરત જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા તપાસ કર્યા બાદ ૩૨૦ પોઇન્ટ એવા હતા. જયાં ટ્રાફિક જામ થાય છે. અને ૩૯ પોઇન્ટ એવા હતા જયાં મેટ્રોની કામગીરીના કારણે ટ્રાફિક જામ થાય છે. આ તમામ પોઇન્ટ પરીક્ષા કેન્દ્રની નજીક જ આવ્યા હોવાથી સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર દ્વારા જે જે વિદ્યાર્થીઓને પરીક્ષા હોય અને ટ્રાફિક થતુ હોય તો એ અંગે એડવાન્સ તકેદારી રાખી શકે. અને પરીક્ષા સ્થળે સમયસર પહોંચવા માટે આયોજન કરી શકે. જો કે પોલીસ વિભાગ દ્વારા પણ ખાસ આયોજન થયુ છે.

આ પોઇન્ટ-વિસ્તારોમાં વધુ ટ્રાફિક થાય છે

ચોક બજાર, મુગલીસરા, ભાગળથી લાલદરવાજા, ભાગળ ટાવર, બેગમપુરા પોલીસ ચોકી ચાર રસ્તા, અઠવાગેટ, ચોપાટી, કાદરશાળની નાળ, ક્ષેત્રપાલ હેલ્થ સેન્ટર, મહાવીર હોસ્પિટલ ત્રણ રસ્તા, ગજેરા સર્કલ, લલિતા ચોકડી, રેલ્વે સ્ટેશન વરાછા તરફનું ગરનાળુ. કિરણ હોસ્પિટલ ચાર રસ્તા, ભટાર ચાર રસ્તા, ખાટુ શ્યામ મંદિર ચાર રસ્તા, બ્રેડલાઇનર સર્કલ, અણુવ્રત દ્વારા ચાર રસ્તા, સ્ટેશન વિસ્તાર, દક્ષેશ્વર મહાદેવ મંદિર, સચીન રામજી મંદિર પોઇન્ટ, ભેસ્તાન, સચીન, ઉન, સાંઇ પોઇન્ટ પ્રમુખ પાર્ક ઓવરબ્રિજ ગોડાદરા, ઉધના ત્રણ રસ્તા, રૃપાલી નહેરથી ભટાર, ઉધના દરવાજા, મજુરાગેટ સર્કલ, હની પાર્ક રોડ, મગદલ્લા ચાર રસ્તા, કવી નર્મદ પુસ્તકાલય ચાર રસ્તા, એલ.પી. સવાણી રોડ થી વિદ્યાકુંજ સર્કલ, જકાતનાકા થી એલ.પી.સવાણી, વરાછા  ચોપાટીની સામે ઓવરબ્રિજ નીચેનો પોઇન્ટ, સરથાણા જકાતનાકા ઝૂ પાસેના ચાર રસ્તા, મીની બજાર વરાછા, સીમાડા નાકા ચાર રસ્તા, કારગીલ ચોક પુણા ગામ, કાપોદ્વા પોલીસ સ્ટેશનની સામેના ચાર રસ્તા, ઉધના પિયુષ પોઇન્ટ 


Google NewsGoogle News