64 વ્હીલનું ટ્રેલર ફસાઇ જતાં ભરબપોરે ટ્રાફિકજામ સર્જાયો
- કાલોલના બોરુ રોડ ઉપર
- અડધો કલાકની મહેનત બાદ ટ્રેલર મૂકે ચાલક જતો રહ્યો : વાહન ચાલકો બે કલાક સુધી તાપમાં અટવાયા
કાલોલ શહેરના બોરુ ટનગ પર હાઈવે સંલગ્ન જુના બાયપાસને આધારે હાઈવે વચ્ચેના ડિવાઈડરનો કટ આપેલો છે.તે નાકા પરની ખાનગી જમીનમાંથી પસાર થતો હોવાથી અઢી વર્ષ પહેલાં ખાનગી જમીન માલિકે પાસ બંધ કરી દેતાં પાછલા અઢી વર્ષથી હાઈવે ડિવાઈડરના કટ અને બોરુ રોડના નવા પાસ વચ્ચે ૧૦૦ મીટરનો ત્રિકોણાકાર બની જતાં બોરુ રોડ પર જતા આવતા વાહન ચાલકોને માટે રોંગ સાઈડનો બાયપાસ બની ગયો છે,
રવિવારે બપોરે બોરુ રોડ પર આવેલી ઈનોક્ષ કંપનીમાં જતા એક જમ્બો ટ્રેલર હાલોલ તરફથી આવી બોરુ ટનગ પાસે ટર્ન લેવા જતાં ફસાઈ ગયું હતું. ડ્રાઈવરે અડધો કલાક સુધી મહેનત કરી છેવટે ટ્રેલર છોડી જતો રહ્યો હતો.જેને પગલે બોરુ રોડ પર આવતા જતા વાહન ચાલકો ભરબપોરે અટવાઈ ગયા હતા.જમ્બો ટ્રેલર ફસાઈ જવાની ઘટનાની જાણકારીને પગલે કાલોલ પોલીસે ઘટના સ્થળે પહોંચી જમ્બો ટ્રેલરના ચાલકને બોલાવીને ટ્રાફિક પોલીસની મદદથી જહેમત બાદ બહાર કાઢી જમ્બો ટ્રેલરને તેના રસ્તે પહોંચાડવાની સફળતા મળી હતી.