કામરેજ ટોલ પ્લાઝા અને કડોદરા ચોક્ડી આસપાસ ગેરકાયદે દબાણોને લીધે ટ્રાફિકજામ
- ફરિયાદો મળતા સ્પોટ પર પહોંચેલા કલેકટરે અવરોધરૃપ દબાણો તાકીદે દુર કરવા કામરેજ પ્રાંત અને કડોદરા ચીફ ઓફિસરને આદેશ આપ્યો
- પોલીસ અને
નેશનલ હાઇવેના અધિકારીઓને સર્વે કરીને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવા માટે દરખાસ્ત
કરવા સુચના
સુરત
સુરત જિલ્લાના કડોદરા ચોકડી અને કામરેજ ટોલનાકાની આજુબાજુમાં ગેરકાયદે દબાણોના કારણે વરસાદી પાણીનો સરળતાથી નિકાલ ન થતા ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાની સાથે નેશનલ હાઇવે પર વારંવાર ટ્રાફિક જામ થતુ હોવાની ફરિયાદો ઉઠતા આજે જિલ્લા કલેકટરે ઓંચિતી મુલાકાત લઇને તમામ દબાણો તાકીદે દૂર કરવા અધિકારીઓને સુચના અપાઇ હતી.
અમદાવાદ- મુંબઇ નેશનલ હાઇવે પર ના સુરત જિલ્લાના કામરેજ ટોલનાકા તેમજ કડોદરા ચોકડીની આસપાસ ગેરકાયદે થયેલા દબાણો તેમજ નેશનલ હાઇવે પરની વોટર ચેનલ ખુલ્લી કરાઇ નહીં હોવાથી વરસાદી પાણીનો નિકાલ થતો નહીં હોવાની જિલ્લા સંકલનમાં ફરિયાદ ઉઠતા તમામ દબાણો દૂર કરવા અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેકટરે આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ આજે સવારે સુરત જિલ્લા કલેકટરે આ બન્ને સ્પોટની મુલાકાત લેતા તંત્ર દોડતુ થઇ ગયુ હતુ.જિલ્લા કલેકટરે નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓ, કામરેજ પ્રાંત, કડોદરા, કામરેજ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પોલીસ અધિકારીઓ સાથે સ્થળ વિઝીટ કરી હતી.
વિઝીટ દરમ્યાન કામરેજ માનસરોવર રેસીડન્સીની આજુબાજુ નેશનલ હાઇવે ઓથોરીટીને દબાણો દૂર કરવા આદેશ આપ્યો હતો. તો પોલીસ અને નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓની ટીમે સર્વે કરી કડોદરા આસપાસના વિસ્તારના નેશનલ હાઇવેના ભાગોને નો પાર્કિગ ઝોન ડીકલેર કરવા સર્વે કરીને દરખાસ્ત કરવા સુચના આપવામાં આવી હતી. તેમજ કડોદરા નગરપાલિકા અને કામરેજ વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવાના કારણે થતી ટ્રાફિક જામની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ચીફ ઓફિસર તેમજ અધિકારીઓને આદેશ કરાયો હતો
કામરેજ ટોલપ્લાઝા પાસેથી પસાર થતા તમામ વાહનચાલકો પાસે કિન્નરો દ્વારા ઉઘરાણું
કામરેજ
ટોલપ્લાઝા પાસે કિન્નરો દ્વારા ઉઘરાણાને કારણે વાહનચાલકો પરેશાન છે. ટોલબુથ પાસે જ આ કિન્નરો ઉભા રહે છે અને
વાહનચાલકોએ ફરજિયાત ૧૦-૨૦ રૃપિયા આપવા પડે છે. કેટલીકવાર આ કિન્નરો વાહનો આગળ એ
રીતે ઉભા રહી જાય છે કે ચાલકે મજબૂરીમાં પૈસા આપવા પડે છે. છેલ્લા ઘણા સમયથી આ
અંગે વાહનચાલકો ફરિયાદ કરી રહ્યા છે. પણ આ મુદ્દે પોલીસ કે વહીવટીતંત્ર દ્વારા કોઇ
કાર્યવાહી કરવામાં આવી નથી.