વડોદરામાં શાસ્ત્રી બ્રિજ પાસે જર્જરિત તોતિંગ લીમડાનું વૃક્ષ તૂટી પડતા વાહન વ્યવહારને અસર
image : Social media
Vadodara : વડોદરા શહેરમાં રાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે વાહન વ્યવહારથી ધમધમતા શહેરના પશ્ચિમ વિસ્તારમાં શાસ્ત્રી બ્રિજ પાસે રાત્રે જર્જરિત વિશાળકાય લીમડાનું વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહારને અસર થઈ હતી. સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી.
ઉલ્લેખનીય છે કે શહેરના વાતાવરણમાં સમી સાંજે અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાવા માંડ્યા હતા. જેથી લોકોને ગરમીમાં રાહત મળી હતી પરંતુ વાહન વ્યવહારથી ધમધમતા શાસ્ત્રી બ્રિજ પાસે આવેલું જર્જરિત તોતિંગ લીમડાનું વૃક્ષ અચાનક ધરાશાયી થતા વાહન વ્યવહારને અસર થઈ હતી. જોકે સદભાગ્ય કોઈ જાનહાની થઈ ન હતી. બનાવ અંગે વડીવાડી ફાયર બ્રિગેડને સંદેશો મળતા જ લાશકરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ધરાશાયી થયેલા તોતિંગ વૃક્ષના રોડ પરથી હટાવ્યું હતું અને વાહન વ્યવહાર ખુલ્લો કર્યો હતો.