સુરતમાં વગર વરસાદે પડ્યો ભુવો, કાપોદ્રામાં ભુવામાં ટ્રક ફસાતા ટ્રાફિકજામના દ્રશ્યો, વાહન ચાલકોને હાલાકી
Potholes in Surat : સુરત શહેરમાં રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ થોડા દિવસ પહેલા જ પાલિકાના વિરોધ પક્ષે કર્યો છે. આ આક્ષેપ બાદ આજે કાપોદ્રા વિસ્તારમાં અચાનક ભૂવો પડી જતા રસ્તાની કામગીરીમાં વેઠ ઉતાવતી હોવાની ફરિયાદ થઈ રહી છે. એક વર્ષમાં જ ભુવામાં ટ્રક ફસાતા ટ્રાફિકની ભારે સમસ્યા થઈ હતી.
સુરતમાંથી સત્તાવાર રીતે ચોમાસાહે વિદાય લઈ લીધી છે અને હાલ શિયાળાની ઠંડી પડી રહી છે કોઈ વરસાદ ન હોવા છતાં આજે સવારે કાપોદ્રા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર એક ભુવો પડી ગયો હતો.
આજે કાપોદ્રા ખાતે મેઈન રોડ પર ભરશિયાળામાં ભુવો પડતાં ટ્રકનું ટાયર ફસાઈ જવા પામ્યું હતું. જેને પગલે પીક અવર્સમાં ભારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાતાં નાગરિકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. એક વર્ષમાં જ ભુવામાં ટ્રક ફસાતા ટ્રાફિકની ભારે સમસ્યા ઊભી થઈ હતી અને જેને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.