જામનગર શહેરમાં ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક અવેરનેસ અન્વયે વિવિધ કાર્યક્રમ યોજાયો
જામનગરના શહેરી વિસ્તારમાં અકસ્માતના બનાવો ઘટાડવા માટે જામનગર શહેર પોલીસ વિભાગ તેમજ ટ્રાફિક શાખા દ્વારા અવેરનેશ કાર્યક્રોમો યોજવામાં આવી રહયા છે.
જે અનુસાર ગઈકાલે સાંજે પરવાહ(કેર) રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાન- ૨૦૨૫ અંતર્ગત પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ની ટ્રાફિક અવેરનેસ અંગે ની સૂચના હેઠળ તેમજ એ. એસ. પી. અક્ષેશ એન્જિનિયર ના સીધા માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખા દ્વારા માર્ગ અકસ્માત ઘટાડવાના ભાગરૂપે લોકોમાં વધુમાં વધુ ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ આવે, અને લોકો હેલ્મેટ, સીટ બેલ્ટ નો અવશ્ય ઉપયોગ કરે તે હેતુ થી શહેર વિસ્તારના જાહેર માર્ગો પર પોસ્ટર- બેનર સાથે દસ થી વધુ ઓટોરિક્ષા માં લગાવવામાં આવ્યા હતા.
પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા તેમજ ટ્રાફિક અવરેનેસ ના પેમ્પ્લેટ નું વધુ માં વધુ વિતરણ કરી આવનાર દિવસો માં સતત ફરી વધુ માં વધુ આ સંદેશ ફેલાવી લોકો માં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહયા છે.