નવરાત્રીમાં દોઢિયા, દાંડિયા અને ફિલ્મી ગીતોના માહોલ વચ્ચે છેલ્લા 30 વર્ષથી સુરતમાં પરંપરાગત ગરબાનું આયોજન
Surat Navratri Special : સુરત શહેરમાં વરસાદના વિધ્નની આશંકા વચ્ચે આગામી દિવસમાં નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સુરતના સૌરાષ્ટ્રીય લોકોની બહુમતીવાળા વિસ્તાર એવા વરાછાના ઉમિયાધામ પરંપરાગત નવરાત્રી માટે સજ્જ થઈ રહ્યું છે. છેલ્લા 30 વર્ષથી પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરે પરંપરાગત નવરાત્રી થઈ રહી છે. આ વખતે પણ નવરાત્રી પહેલા મહિલાઓ દ્વારા તાંબાની ગરબી (માટલી)ની સફાઈ ઉપરાંત નવરાત્રીની તૈયારી સાથે ભેગા થયા હતા. સુરત શહેરમાં ધંધાદારી નવરાત્રીનો પ્રભાવ જોવા મળે છે. આજના ડિસ્કો ડાંડીયા, દોઢીયાની બોલબાલાથી પરંપરાગત ગરબા અદ્રશ્ય થતા જણાય છે. આવામાં શહેરના વરાછા તથા અન્ય વિસ્તારમાં રહેતા લોકો આજે પણ ભારતીય પરંપરાને જીવંત રાખી રહ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયા ધામ પરંપરા ગરબા માટે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. પાટીદાર સમાજ દ્વારા 30 વર્ષ પહેલાં ઉમિયા ધામમાં નવરાત્રીની શરૂઆત કરી હતી તે નવરાત્રી મહોત્સવ આજે પણ અડીખમ ઉભો છે.
સંસ્થાના મહિલા સભ્ય રશ્મીકા પટેલ કહે છે, આ ગરબા મહોત્સવ સમયે ઉમિયા
ધામમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. સેંકડ઼ો સ્વયંસેવકોની જુદી-જુદી સમિતિઓ બનાવી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ નવરાત્રીમાં પણ 85 જેટલી તાંબાની ગરબી (માટલી) દર વર્ષે સ્થાપના કરવામાં આવે છે અને મહિલાઓ ઉમિયા ચોકમાં માથે માટલી મુકી ગરબે ઘૂમતી મહિલાઓને જોવું એક લ્હાવો છે આ ગરબીઓની સફાઈ માટે આજે સમાજની બહેનો ભેગી થઈ હતી. આ ઉપરાંત નવરાત્રીના આયોજન માટે જુદી-જુદી કમિટી બનાવી છે અને તે પ્રમાણે તેઓ કામગીરી કરી રહ્યાં છે. આમ, સુરતમાં પરંપરાગત ગરબા માટે વરાછા રોડનું ઉમિયાધામ સજ્જ થઈ રહ્યું છે,
અનેક લોકો નવરાત્રીમાં માનતા પુરી કરવા ગરબી મુકે છે
ગુજરાતના પરંપરાગત ગરબાને જીવંત રાખવામાં વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયા ધામ અગ્રેસર રહ્યું છે છેલ્લા 30 વર્ષથી અહીં ગરબાનું આયોજન થાય છે. સુરત શહેરમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતથી લોકો નોકરી ધંધા અર્થે શિફ્ટ થયા છે. પરંતુ પોતાની સંસ્કૃતિ ભુલ્યા નથી. ગામડાંના રીત-રિવાજોને ભુલવા ને બદલે તેને લોકો આજે પણ વળગી રહે છે. સુરતના કોઈ પણ ખૂણે ઉત્તર ગુજરાતના - | લોકો વસતા હોય પરંતુ પરંપરા આજે પણ જાળવી રાખે છે. કુટુંબમાં પહેલો પુત્ર હોય કે લગ્ન થયા હોય દરેક ગરબાની માન્યતા રાખે છે તે માટલી લઈને પોતાના ઘર આંગણે કે ઉમિયા ધામ આવે છે અને તેઓ માથે માટલી લઈને ગરબે ઘુમે છે.