Get The App

જામનગરમાં ચેક પરત ફરવાના બે કેસમાં વેપારીઓને બે-બે વર્ષની કેદની સજા

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ચેક પરત ફરવાના બે કેસમાં વેપારીઓને બે-બે વર્ષની કેદની સજા 1 - image


Jamnagar Court Order : જામનગરના દરેડ વિસ્તારમાં આવેલ ઋષભ મેટલ્સ નામની પેઢીના માલિકને બે કેસમાં બે-બે વર્ષની કેદની સજા તેમજ રૂા.5,50,000ની રકમનું વળતર ચૂકવવાનો હુકમ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવ્યો છે.

 જામનગરના દરેડ, જી.આઈ.ડી.સી.માં આવેલ ઋષભ મેટલ્સના નામથી ચાલતી પેઢીના પ્રોપરાઈટર ક્રિષ્નકાન્તભાઈ આનંદભાઈ અજુડિયા (પટેલ) ને ધંધાકીય કામ સબબ નાણાની જરૂરીયાત ઉપસ્થિત થતા જામનગરમાં રહેતા લખધીરસિંહ નાથુભા ચુડાસમા પાસેથી રૂા.2,50,000 અને રાજેન્દ્રસિંહ ભીખુભા જેઠવા પાસેથી રૂા.2,50,000રોકડા ઉછીના લીધા હતા. અને બંને લોકો પાસેથી લીધેલ રકમની પરત ચુકવણી માટે બંને વ્યક્તિઓને ચેકો આપેલ હતા. જેથી એ ચેકો લખધીરસિંહ નાથુભા ચુડાસમા અને રાજેન્દ્રસિંહ ભીખુભા જેઠવા દ્રારા બેંકમાં રજુ કરતા બંને ચેક અપૂરતા નાણા ભંડોળનાં કારણે પરત ફર્યા હતા. જેથી લખધીરસિંહ નાથુભા ચુડાસમા અને રાજેન્દ્રસિંહ ભીખુભા જેઠવા દ્વારા ક્રિષ્નકાન્તભાઈ આનંદભાઈ અજુડિયા (પટેલ) વિરુદ્ધ જામનગરના ચીફ જ્યુડીશ્યલ મેજી. સમક્ષ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ મુજબ અલગ-અલગ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. જેમાં  કોર્ટે ક્રિષ્નકાન્તભાઈ આનંદભાઈ અજુડિયા (પટેલ) ને અદાલત સમક્ષ હાજર રહેવાનો હુકમ ફરમાવેલ હોય.

જેમાં આરોપી ક્રિષ્નકાન્તભાઈ આનંદભાઈ અજુડિયાએ ગુનો કર્યાનો ઇનકાર કરેલ જેથી બંને કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી ક્રિષ્નકાન્તભાઈ આનંદભાઈ અજુડિયાને ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ મુજબની બંને ફરિયાદના કામે તકસીરવાર ઠરાવી બંને કેસોમાં બે-બે વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી છે. અને લખધીરસિંહ નાથુભા ચુડાસમાને રૂા.2,50,000 અને રાજેન્દ્રસિંહ ભીખુભા જેઠવાને રૂા.3,00,000 જે દંડની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ ફરમાવેલ છે. અને જો દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. 



Google NewsGoogle News