Get The App

સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ સાથે વેપારીઓનું વિરોધ પ્રદર્શન

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ સાથે વેપારીઓનું વિરોધ પ્રદર્શન 1 - image


Surat Metro Train Project : સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી મેટ્રોની કામગીરી ચાલે છે તેની આસપાસના વેપારીઓની દિવાળી બગડે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. મેટ્રોની કામગીરી ચાલે છે તેની આસપાસના વેપારીઓની ધીરજ ખૂટી રહી છે. મસ્કતી હોસ્પિટલ નજીક મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી માર્ચ-2023માં શરૂ થઈ હતી. આ માર્ગ બંધ કરી દેવાતા આ વિસ્તારની દુકાનો અને વેપાર-ધંધો ઠપ્પ થઈ ગયા હોવાથી લોકોનો આક્રોશ છે. તેના કારણે આ વેપારીઓએ આજે ટાવર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રસ્તો ખોલી આપો અથવા વળતર આપોની માંગણી કરી હતી.

સુરત શહેરમાં મેટ્રોની કામગીરી શરૂ થઈ ત્યારથી જ સુરતીઓ માટે એક બાદ એક આફત ઉભી થઈ રહી છે. મેટ્રોની કામગીરી ચાલે છે તેમાં એક પછી એક અકસ્માત થઈ રહ્યાં છે અને તેના કારણે  મેટ્રોની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે. આ ઉપરાંત મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી વેપારીઓ હવે અકળાઈ રહ્યાં છે. મેટ્રોની કામગીરીથી અનેક રસ્તાઓ  બિસ્માર બન્યો છે તે વિવાદ ઉભા થાય તે પહેલાં હવે મેટ્રોના અસરગ્રસ્ત વેપારીઓની હાલત કફોડી થઈ રહી છે. 

સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ સાથે વેપારીઓનું વિરોધ પ્રદર્શન 2 - image

સુરતના કોટ વિસ્તારમાંથી પસાર થતી મેટ્રો માટે મસ્કતી હોસ્પિટલ નજીક મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી માર્ચ-2023માં શરૂ થઈ હતી. તે સાથે જ મસ્કતી હોસ્પિટલથી મહિધરપુરા પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ કરી દેવાતા આ વિસ્તારની દુકાનોનો વેપાર-ધંધો ઠપ્પ થઈ ગયા છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. પહેલા વળતર આપવામાં આવ્યું હતું હવે વળતર પણ અપાતું નથી અને રોજગાર બંધ હોવાનો આક્ષેપ વેપારીઓ કરી રહ્યાં છે. 

સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ સાથે વેપારીઓનું વિરોધ પ્રદર્શન 3 - image

આ વિસ્તારના વેપારીઓ દ્વારા પોતાની સમસ્યા દુર કરવા માટે રજૂઆત કરી હતી પરંતુ સમસ્યાનો હલ આવ્યો નથી. રજૂઆત બાદ કમ્પાઉન્ડ વોલ અને વળતરના પ્રશ્ને વિવાદ ઉભો થયો છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા પ્રમાણે મસ્કતી હોસ્પિટલ પાસે મેટ્રો કામગીરી શરૂ થઇ હોય પહેલા વેપારીઓ સાથે 10 મહિનાનું એમઓયુ કરાયું હતું અને વળતર ચૂકવાશે એવી ખાતરી અપાઈ હતી. ત્યારબાદ કામ પૂરું ન થતાં બીજા 9 મહિનાનું એમઓયુ કરાયું હતું. 19 મહિના બાદ ચારેય બાજુ કમ્પાઉન્ડ વોલ એટલે કે ડી-વોલ બનાવવાની વાત કરવામાં આવી હતી. જોકે, હવે માત્ર ટાવરની બાજુ જ કમ્પાઉન્ડ વોલ બનાવી છે.

સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ સાથે વેપારીઓનું વિરોધ પ્રદર્શન 4 - image

આ ઉપરાંત આખો રસ્તો ખોલવાની જગ્યાએ મેટ્રો દ્વારા માત્ર ત્રણ મીટરનો રસ્તો ખોલવામાં આવ્યો છે. જેના કારણે ગ્રાહકો પણ આવી શકતા નથી અને વળતર આપવા માટે પણ મનાઈ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં વેપારીઓના વેપાર ધંધા મૃતપાય થઈ ગયાં છે વેપારીઓની રજુઆત સાંભળવામાં આવતી ન હોવાથી વેપારીઓએ આજે વિરોધ પ્રદર્શન કર્યો હતો. 

ટાવર ખાતે ભેગા થયેલા વેપારીઓએ કહ્યું હતું કે મેટ્રોએ અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. 10 મહિનામાં રસ્તો ખોલી આપવાની વાત કરી હતી પરંતુ આજે 19 મહિના થયા છતાં રસ્તો ખોલવામાં આવ્યો નથી. જેના કારણે 80-90 વર્ષ જૂની પેઢીઓ પણ હાલ બંધ હાલતમાં છે. વેપારીઓએ માંગણી કરી હતી કે મેટ્રો રસ્તો ખોલી આપે અથવા જ્યાં સુધી રસ્તો ન ખોલે ત્યાં સુધી વળતર આપે. મેટ્રોની નબળી કામગીરીને કારણે લોકોમાં ભારે રોષ છે તેની સાથે હવે વેપારીઓ પણ અકળાય અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.


Google NewsGoogle News