કોર્પોરેશન દ્વારા ભાડું અને મિલકત વેરો બંને વસુલાતાં વેપારીઓનીમાં રોષ
માઇક્રો શોપીંગની દુકાનો, લારી- ગલ્લા,
શાકભાજીના ઓટલા માટે
મિલકત વેરો નાબૂદ કરવામાં નહીં આવે તો કોર્ટના દ્વાર ખખડાવવાની પણ વેજીટેબલ વેપારી મહામંડળની રજૂઆત
ગાંધીનગર વેજીટેબલ વેપારી મહામંડળ દ્વારા મ્યુનિસિપલ
કમિશનરને રજૂઆત કરતા જણાવાયું હતું કે જે તે સમયે ગાંધીનગર હેરમાં અસરગ્રસ્ત
ખેડૂતો અને નાના વેપારીઓને માર્ગ અને મકાન વિભાગ મારફતે વિવિધ સેક્ટરોમાં લારી-
ગલ્લા, ઓટલા, દુકાનો ભાડાપટ્ટે
ફાળવવામાં આવ્યા હતા. જે બદલ વેપારીઓ પાસેથી નિયમિત રીતે ભાડું વસૂલવામાં આવે છે.
જેથી લારી- ગલ્લા, ઓટલા, દુકાનોનો કબજો
ધરાવનાર માલિકો નથી પણ સરકારના ભાડુઆત છે.
જેથી મહાનગરપાલિકાની મિલકત વેરો વસૂલવાની નીતિ પણ
વિવાદાસ્પદ છે. જેનો માલિકી હક્ક હોય તેણે જ મિલકત વેરો ભરવાનો થતો હોય છે. જેથી
તાત્કાલિક આ પ્રકારના મિલકતવેરાના માંગણા બિલ મોકલી વેપારીઓ પાસેથી કરવામાં આવતી
વસુલાત બંધ કરવામાં આવે એટલું જ નહીં જો આ પ્રકારે મિલકત વેરો વસૂલવાનું બંધ
કરવામાં નહીં આવે તો તમામ વેપારીઓની સભા બોલાવીને ભવિષ્યમાં કાનૂની કાર્યવાહી
કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. નોંધવું રહેશે કે હાલ કોર્પોરેશન દ્વારા પાંચ
કરોડ ઉપરાંતના બાકી ભાડાની વસુલાત માટે આ વેપારીઓને નોટિસો આપવામાં આવી હતી અને
હવે તેને સીલ કરવામાં પણ આવી રહ્યા છે. જેને લઇ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.