Get The App

ભાવનગરમાં ઘીના નમૂના સબ સ્ટાન્ડર્ડ અને મીસબ્રાન્ડ થતા વેપારી સહિતને દંડ

Updated: Apr 24th, 2025

GS TEAM


Google News
Google News
ભાવનગરમાં ઘીના નમૂના સબ સ્ટાન્ડર્ડ અને મીસબ્રાન્ડ થતા વેપારી સહિતને દંડ 1 - image


મહાપાલિકાના ફૂડ વિભાગે બે પેઢીમાંથી ત્રણ ઘીના નમૂના લીધા હતા 

ત્રણ ઘીના નમૂના ફેઈલ થતા કુલ રૂા. ર.૩૩ લાખનો દંડ ફટકાર્યો : પામોલીન ઓઈલનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા કાર્યવાહી 

ભાવનગર: ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગે ખાદ્યપદાર્થના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા, જેમં એક ઘીનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ આવ્યો હતો અને બે ઘીના નમૂના મીસ બ્રાન્ડ આવ્યા હતા તેથી કોર્ટે કુલ રૂા. ર.૩૩ લાખનો દંડ ફટકાર્યો છે, જયારે પામોલીન ઓઈલનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા કાર્યવાહી હાથ ધરાઈ છે.  

ભાવનગર મહાનગરપાલીકાના ફૂડ વિભાગ દ્વારા ગત જાન્યુઆરી માસથી અત્યાર સુધીમાં ખાદ્યપદાર્થનું વેચાણ કરતા વેપારીઓની પેઢીઓની સઘન તપાસણી કરવાની ઝુંબેશ ચાલુ છે. આ ઝુંબેશ દરમિયાન શહેરના વિવિધા વિસ્તાર જેવા કે, વાઘાવાડી રોડ, સરદારનગર, શાસ્ત્રીનગર, કાળાનાળા સહિતના વિસ્તારમાં આવેલ મીઠાઈ, ફરસાણ તથા અન્ય ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા વેપારીઓની પેઢીઓ પર સ્થળ તપાસ કરી તપાસણી દરમિયાન શંકાસ્પદ ખાદ્ય ચીજ જેવી કે આઈસ્કીમ, ગુંદરપાક, અડદિયા સહિતના ખાદ્યચીજોના અંદાજિત ૧૦૦ જેટલા નમૂનાઓ લઈ અલગ અલગ સરકારી પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવેલ છે, જે પૈકી જે જે રિફાઈન્ડ પામોલીન ઓઈલનો નમૂનો સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

અગાઉ તા. ૨૦ મે-૨૦ર૪ના રોજ વિઠ્ઠલવાડીમાંથી લેવાયેલ ઘી (લૂઝ)નો નમૂનો સબ-સ્ટાન્ડર્ડ જાહે થતા એડજ્યુડીકેટીન્ગ કોર્ટમાં કેસ ચાલી જતા દિલીપભાઈ અમુભાઈ બારૈયાને રૂ. ૩ હજારનો દંડ કરવામાં આવેલ છે. જ્યારે ગત તા. ૨૨ ફેબુ્રઆરી-૨૦૧૯ના રોજ મે.વોરા હર્ષદરાય એન્ડ બ્રધર્સ, એમ.જી રોડ, ભાવનગર પરથી લેવાયેલ સમર્થ ઘીનો નમૂનો મિસબ્રાન્ડ ફૂડ જાહેર થતા ઉત્પાદક પેઢી સહિત તમામને મળીને કુલ ૧,૧૫,૦૦૦ દંડ એડજ્યુડીકેટીન્ગ ઓફિસર દ્વારા ઠેરવવામાં આવેલ છે. આ ઉપરાંત ગત તા. ૨૨ ફેબુ્રઆરી-૨૦૧૯ના રોજ મે.વોરા હર્ષદરાય એન્ડ બ્રધર્સ, એમ.જી રોડ, ભાવનગર પરથી લેવાયેલ શ્રીમંત ઘીનો નમૂનો મિસબ્રાન્ડ ફૂડ જાહેર થતા ઉત્પાદક પેઢી સહિત તમામને મળીને કુલ ૧,૧૫,૦૦૦ દંડ એડજ્યુડીકેટીન્ગ ઓફિસર દ્વારા ઠેરવવામાં આવેલ છે તેમ માહિતી આપતા ભાવનગર મહાપાલિકાના મેડીકલ ઓફીસર ઓફ હેલ્થે જણાવેલ છે. 

નિયમનુ પાલન નહીં કરતા ખાદ્યપદાર્થના વેપારીઓ સામે કાર્યવાહી કરાશે 

ઉનાળાની ઋતુ ચાલતી હોવાથી ખાદ્યપદાર્થનું વેચાણ કરતા વેપારીઓને તાકીદ કરવામાં આવે છે કે, ખુલ્લા ખાદ્યપદાર્થનું અને વેચાણ ન કરવું તથા ખાદ્યપદાર્થ ખુલ્લો ન રાખતા નેટ (જાળી) થી ઢાંકી રાખવાનો રહેશે. ખાદ્યપદાર્થનું વેચાણ, સંગ્રહ તથા ઉત્પાદન કરતા વેપારીઓને નિયમાનુસરનાં વાર્ષિક ટન ઓવર પ્રમાણેના ફૂડ લાયસન્સ અથવા રજીસ્ટ્રેશન સ્થળ પર રાખવા જણાવવામાં આવે છે. આ બાબતે કાળજી ન રાખનાર પર કાયદેસરની કાર્યવાહી કરાશે. 

Tags :