Get The App

છાણી જકાતનાકા પાસે કારમાં બેસીને ક્રિકેટનો સટ્ટો રમતો વેપારી ઝડપાયો

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
છાણી જકાતનાકા પાસે કારમાં બેસીને ક્રિકેટનો સટ્ટો રમતો વેપારી ઝડપાયો 1 - image


ફતેગંજ પોલીસને માહિતી મળી હતી કે છાણી જકાતનાકા ડાઉન ટાઉન શોરૂમની સામે એક કાળા કલરની કિયા સેલટોસ કારમાં બેસીને સંજય બાબુભાઈ ચુનાવાલા હાલમાં ચાલતી બિગ બેસ્ટ 20-20 ક્રિકેટ મેચ પર ઓનલાઇન આઇડી પર ક્રિકેટનો સટ્ટો રમાડે છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા કિયા કંપનીને સોનેટ કાર મળી આવી હતી.

કારમાં બેસેલા વ્યક્તિને નીચે ઉતારીને પૂછતા તેનું નામ સંજય બાબુભાઈ ચુનાવાલા રહેવાસી બજાર સમિતિ ફળિયુ વાઘોડિયા હોવાનું જણાવ્યું હતું તેની પાસેથી બે મોબાઈલ ફોન 11,830 રોકડા મળી આવ્યા હતા. આઈ ડી અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે બે મહિના પહેલા વાઘોડિયા સમિતિ બજારમાં રહેતા ભરતભાઈ પાસેથી 14000માં ખરીદ્યો હતો. પોલીસે કાર મોબાઇલ મળી કુલ રૂપિયા 75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


Google NewsGoogle News