બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ સેફ્ટી શૂ નું વેચાણ કરતા વેપારીની અટકાયત
વડોદરાઃ શહેરમાં બ્રાન્ડેડ કંપનીઓની ડુપ્લિકેટ પ્રોડક્ટસ વેચી લોકોને છેતરવાના બનાવો વારંવાર બનતા હોય છે.આવા જ એક બનાવમાં ડુપ્લિકેટ સેફ્ટી શૂ વેચતા વેપારી સામે કાર્યવાહી કરવામાં આવી છે.
કારેલીબાગ જલારામ મંદિર પાસે ગાયત્રી હબમાં પોપ્યુલર ફૂટ વેર નામની દુકાનમાં ટાઇગર કંપનીના નામે ડુપ્લિકેટ સેફ્ટી શૂ નું વેચાણ થતું હોવાની વિગતોને પગલે કારેલીબાગ પોલીસે દરોડો પાડી દુકાનદાર રોશન ઠાકોરદાસ ટહેલરામાણી (શારદા સોસાયટી,વારસીયા)ની કોપીરાઇટ એક્ટ હેઠળ બનતા ગુનામાં અટકાયત કરી રૃ.૧૫૮૪૦ ની કિંમતના ૭૨ નંગ સેફ્ટી શૂ કબજે કર્યા હતા.