Get The App

જોડીયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચેના અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુના પ્રકરણમાં ટ્રેક્ટર ચાલકની અટકાયત

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
જોડીયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચેના અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુના પ્રકરણમાં ટ્રેક્ટર ચાલકની અટકાયત 1 - image


Jamnagar : જામનગર જિલ્લાના જોડિયા નજીક કેસિયા ગામ પાસે પરમદિને સાંજે કાર અને ટ્રેક્ટર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો, અને બે વ્યક્તિના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા. જે અકસ્માત સર્જનાર ટ્રેક્ટરના ચાલકની જોડીયા પોલીસે ધરપકડ કરી લીધી છે, અને ટ્રેક્ટર વગેરે કબજે કરાયા છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનનો વતની રાકેશ દેવારામ ખટાણા પોતાના આર.જે. 14 આર. સી. 9140 નંબરના ટ્રેક્ટરમાં પાણીની ટાંકી ફીટ કરીને મોરબી તરફ જઈ રહ્યો હતો. ત્યારે જોડિયા તાલુકાના કેશીયા ગામ પાસે ઓચિંતી બ્રેક મારવાથી ટ્રેક્ટર ઉપરનો કાબુ ગુમાવી બેઠો હતો, અને ટ્રેક્ટર માર્ગ ઉપર પલટી મારી ગયું હતું. જે અકસ્માતમાં સૌ પ્રથમ પતરા પર બેઠેલાં મનીષ આદિવાસી તેમજ પાછળ આવી રહેલી જી.જે. 10 સી.જી. 2932 નંબરની કાર લઈને કેશિયા ગામથી જામદુધઈ તરફ જઈ રહેલા રાજેશભાઈ ત્રિકુભાઈ ગાંભવા (ઉ.વ.46) કે જેઓ બંનેના મૃત્યુ નીપજ્યા હતા.

આ અકસ્માતના બનાવ અંગે સરકારી કર્મચારી રાજેશભાઈ ગાંભવાના ભત્રીજા યોગેશભાઈ મનસુખભાઈ એ ટ્રેક્ટરચાલક સામે ફરિયાદ નોંધાવતાં જોડીયા પોલીસે ટ્રેક્ટરના ચાલક રાકેશ દેવારામ ખટાણા સામે ગુનો નોંધ્યો છે, અને તેની ધરપકડ કરી લીધી છે ઉપરાંત ટ્રેક્ટર કબજે કર્યું છે.


Google NewsGoogle News