Get The App

ભચાઉમાં શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત: ટ્રેક્ટર અને ટ્રક ટકરાતા ત્રણના મોત, 10થી વધુને ઈજા

Updated: Oct 2nd, 2024


Google News
Google News
ભચાઉમાં શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત: ટ્રેક્ટર અને ટ્રક ટકરાતા ત્રણના મોત, 10થી વધુને ઈજા 1 - image


Accident in Kutch : કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કટારિયા ગામ નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં બેઠેલા 3 લોકોના મોત થયા છે. જેમાં 2 મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. જ્યારે આ અકસ્માતમાં 10 થી 12 લોકોને નાની-મોટી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ થતાં પોલીસ અને 108 એમ્બુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્તોને લાકડીયા સામૂહિક કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ભચાઉમાં શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત: ટ્રેક્ટર અને ટ્રક ટકરાતા ત્રણના મોત, 10થી વધુને ઈજા 2 - image

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ખાખરેચી ગામના કોળી સમાજનો પરીવાર માતાના મઢ આશાપુરા માતાજીના દર્શને ગયો હતો. ત્યાંથી પરત ફરતા આ સમયે શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. અકસ્માતના પગલે હાઇવે પર મરણચીસો ગૂંજી હતી. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજતાં શોક માહોલ છવાઇ ગયો છે.

Tags :
KutchBhachauAccident

Google News
Google News