15 ટકા સસ્તું પડતું હોવાથી ભૂતાન જઈ સોનું ખરીદી લાવતા પ્રવાસીઓ, 3 ટકા જીએસટીની થતી બચત
12.5 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી, 3 ટકા જીએસટીની થતી બચત
એક તોલાના દાગીનાએ રૂ. 9000ની આસપાસની બચત થતી હોવાથી પ્રવાસીઓ 4-5 તોલાના દાગીના લઈ આવે છે
Tourists go to Bhutan to buy gold : ભૂતાનના પ્રવાસે જઈને આવતા પ્રવાસીઓ સાથે બેચાર તોલાના દાગીના ખરીદીને લઈ આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. રૂ. 60,000થી 70,000મા ભૂતાનનો પ્રવાસ કરાવવામાં આવે છે. આ પ્રવાસમાં જઈને ભૂતાનમાંથી સોનાના દાગીના ખરીદવામાં આવે તો તે ભારતીયોને 12.5 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી અને 3 ટકા જીએસટી વિના લાવવાની તક મળે છે. પરિણામે એક તોલાએ તેનો ભાવ રૂ. 9000 ઓછો પડે છે. તેથી જ ભૂતાન જઈને આવતા બહુધા પ્રવાસીઓ દાગીને લઈને પહેરીને જ લઈને આવી જાય છે.
12.5 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી, 3 ટકા જીએસટીની થતી બચત
અમદાવાદના માણેકચોકના વેપારીઓનું કહેવું છે કે હા, આ પ્રકારની વાતો સાંભળવા તો મળી રહી છે. ભૂતાનમાં પણ લન્ડન મેટલ એક્સચેન્જના ભાવથી જ સોનું વેચાય છે. પરંતુ ભૂતાનમાંથી સોનાના દાગીના ખરીદવામાં આવે તો તેના ૫૨ 12.5 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી અને ૩ ટકા જીએસટી લાગતો નથી. અત્યારે સોનાનો દસગ્રામનો ભાવ રૂ. 60,000ની આસપાસનો છે. તેથી તેની ભૂતાનમાંથી ખરીદી કરવામાં આવે તો ભારતીયોને રૂ.9000 જેટલા સસ્તા પડે છે. આ સ્થિતિમાં તેઓ પાંચ તોલા દાગીના ખરીદે અને તે પહેરીને ભારતમાં આવી જાયતો તેમને રુ. 40,000થી 45,000ની બચત થાય છે. તેની સામે ભૂતાન જઈને ફરીને પરત આવવાનો ખર્ચ રૂ. 60,000થી રૂ. 70,000ની આસપાસનો થાય છે. દાગીના પહેરેલા હોવાથી કસ્ટમ્સ અધિકારીઓ બહુ વાંધો લેતા નથી. તેનો ગેરલાભ ઊઠાવવામાં આવે છે.
સોનું ખરીદીને લાવે તો પ્રવાસીઓનો 50 ટકા ખર્ચ પણ નીકલી જાય
આ દાગીના અંદાજે 3થી 5 તોલાના જ હોય છે. તે પણ પહેરીને જ લાવવામાં આવે છે. આ સંજોગોમાં સોનું ખરીદીને લાવે તો પ્રવાસીઓનો 50 ટકા ખર્ચ પણ નીકલી જાય છે અને સસ્તુ સોનું પણ મળી જાય છે. તેથી જ ભૂતાન પ્રવાસ માટે જનારાઓની સંખ્યા વધી રહી છે એમ જાણકારોનું પદ્મ કહેવું છે. જોકે સોનાની આયાત અને પાર સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે ભૂતાન ફરવા જતાં અને ફરીને આવતા દરેક ટુરિસ્ટને આ બાબતની જાણકારી હોતી જ નથી. તેથી એક્કાદુક્કા પ્રવાસીઓ કે ટુરિસ્ટો તે લઈ આવતા હોવાની સંભાવના રહેલી છે. પરંતુ આ માર્ગેથી બલ્કમાં સોનું આવતું ન હોવાની શક્યતા રહી છે. સોનાના દાગીનાની આયાત પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હોવાથી દાગીના પહેરીને આવનારાઓના પોતાના જ દાગીના હોવાનું માની લઈને કસ્ટમ્સ અધિકારીઓ પણ તેના પર બહુ ધ્યાન ન આપતા હોવાથી ભૂતાન જનારા ટુરિસ્ટ પાક્કા ખેલાડી બની ગયા છે. ભવ્યતા ઉપરાંત ભૂતાન જવા માટે સસ્તુ સોનું પણ આકર્ષણ હોવાનું માનવામાં આવે છે.