Get The App

જામનગર તેમજ દેવભૂમિ દ્વારકામાં PGVCLની ટીમ દ્વારા સતત ચોથા દીવસે દરોડા, કુલ 1.96 કરોડની વિજચોરી ઝડપાઈ

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
જામનગર તેમજ દેવભૂમિ દ્વારકામાં PGVCLની ટીમ દ્વારા સતત ચોથા દીવસે દરોડા, કુલ 1.96 કરોડની વિજચોરી ઝડપાઈ 1 - image

image : filephoto

Jamnagar PGVCL : જામનગર શહેર અને જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ભાણવડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં તેમજ ભાણવડ પંથકમાં સોમવારેથી વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને આજે પણ વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ હતી. જે ચેકિંગ દરમિયાન 88 વિજ જોડાણમાંથી રૂપિયા 45.24 લાખના વીજ ચોરી પકડી લેવાઇ છે. 

દરમિયાન ગઈકાલે ગુરુવારે જામનગર શહેરના પંચેશ્વર ટાવર, નવાગામ ઘેડ સ્વામિનારાયણ નગર, વાંઝાવાસ, ખોજા ગેઇટ, કાલાવડ નાકા બહાર પટણી વાડ, નીલ કમલ સોસાયટી, ઘરાર નગર તેમજ જામનગરના જિલ્લાના જામજોધપુર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ટાઉન અને ભાટિયા ટાઉનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વધુ 45.24 લાખની વિજ ચોરી ઝડપી લેતાં ચાર દિવસમાં જ વીજ ચોરીનો કુલ આંક 1 કરોડ 96 લાખને પાર પહોંચ્યો છે.


Google NewsGoogle News