Get The App

સુરતમાં બિમારીને લીધે ચાર સહિત કુલ છ વ્યક્તિએ જીવન ટુંકાવી લીધું

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
સુરતમાં બિમારીને લીધે ચાર સહિત કુલ છ વ્યક્તિએ જીવન ટુંકાવી લીધું 1 - image


- સિટીલાઇટ, ગોડાદરા, ચોકબજાર, સરથાણામાં બીમારીને લીધે જ્યારે હજીરામાં આર્થિક ભીંસ, સચિનમાં ટેન્શનને લીધે આપઘાતનું પગલું

 સુરત,:

સુરતમાં આપધાતના છ બનાવમાં બિમારીથી કટાંળીને સિટીલાઇટના વૃધ્ધ, ગોડાદરાની મહિલા, ચોકબજારના વોચમેન અને સરથાણામાં વૃધ્ધે, હજીરામાં આર્થિક સંકડામણમાં આધેડ તથા સચીનમાં કોઇ ટેન્શનમાં મહિલાએ આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતું.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ હજીરાગામમાં વાપર મહોલ્લામાં અભિષેક પટેલની કોલોનીમાં રહેતો ૪૪ વર્ષીય રતન સુશાંતા ધોરાઇ સોમવારે સાંજે ઘરમાં લોખંડના એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતુ. પોલીસે કહ્યુ કે, રતન મુળ પ્રશ્વિમ બંગાળનો વતની હતો. જોકે તેને નાંણાકીય તકલીફ પડતી હોવાથી આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. તેને સંતાનમાં એક પુત્ર છે. તે હજીરાની કંપનીમાં સુરપાઇઝર તરીકે કામ કરતો હતો.

બીજા બનાવમાં સિટીલાઇટમાં સિધ્ધાર્થ કોમ્પ્લેક્ષમાં રહેતા ૬૧ વર્ષેના વિજય કૃષ્ણરાવ કદમ સોમવારે બપોરે ઘરે ગેલેરીમાં છતના હિંચકા કડાં સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પોલીસે જણાવ્યુ કે, વિજયને છેલ્લા ધણા સમયથી મગજની બિમારી પીડાતા હોવાથી આ પગલુ ભર્યુ હતુ. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે મકાન દલાલી કરતા હતા.

ત્રીજા બનાવમાં ગોડાદરામાં નાયરા પેટ્રોલ પંપ પાસે ઋષી વિહાર ટાઉનશીપમાં રહેતી ૪૩ વર્ષીય આશાબેન જયેશભાઇ પટેલ સોમવારે બપોરે ઘરમાં છતના પંખા દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો હતો. પોલીસે કહ્યુ કે, આશાબેન મુળ મહેસાણાના વતની હતા. તે છેલ્લા દોઢ વર્ષથી માનસિક બિમારી પીડાતા હતા. તેનાથી કટાંળીને આ પગલુ ભર્યુ હતુ. તેમને સંતાનમાં એક પુત્ર છે. તેના પતિ વરાછામાં હીરાનું કારખાનું ધરાવે છે.

ચોથા બનાવમાં ચોકબજારમાં જુની સિવિલ હોસ્પિટલ પાસે મીરા અંબિકા કોમ્પેલક્ષમાં આગાસીમાં સિક્યુરીટી ગાર્ડની રૃમમાં રહેતા ૫૦ વર્ષીય સલીભાન ગોરબહાદુર કોલી સોમવારે રાતે લોખંડની સીડી સાથે વાયર બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પોલીસે કહ્યુ કે, તે મુળ નેપાળનો વતની હતો. તે પ્રેસરની બિમારીથી કટાંળીને આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. તેને બે સંતાન છે.

પાંચમાં બનાવમાં સચીનમાં સુડા સેકટર-૩ ખાતે સાંઇનાથ સોસાયટીમાં રહેતી ૨૩ વર્ષીય આફરીન ખાતુન ઉર્ફે રવિનાદેવી ચંદનકુમાર કુસ્વાહ આજે મંગળવારે સવારે ઘરમાં કોઇ કારણસર ટેન્શનમાં આવીને પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો હતો. તે મુળ બિહારના શિવાનની વતની હતી. તેને ૩ સંતાન છે. તેના પતિ ડાંઇગ મીલમાં નોકરી કરે છે.

છઠ્ઠા બનાવમાં સરથાણામાં યોગીચોક પાસે યોગીધારા સોસાયટીમાં રહેતા ૬૫ વર્ષીય રામજીભાઇ અણજણભાઇ ફળદુ આજે મંગળવારે સવારે ઘરમાં લોખંડના એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતું. પોલીસે કહ્યુ કે, તે ડાયાબીટીસ, સાંધાના દુઃખાવો થવો સહિત તકલીફના લીધે આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. તેને સંતાનમાં બે પુત્ર છે.


Google NewsGoogle News