બ્યુટી પાર્લર ચલાવતી મહિલાના ક્રેડિટ કાર્ડ પર મોબાઇલ લઇ બારોબાર વેચી દીધો
યાકુતપુરા ચૂડી વાલા ની ગલીમાં રહેતા ફરજાના બેન અહેમદભાઈ ચકલા વાલા વાઘોડિયા રોડ કલાદર્શન ખાતે દિવ્યા બ્યુટી પાર્લર ચલાવે છે. સિટી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા મહોલ્લામાં રહેતો એજાજ રમણભાઈ શેખ ગત 20મી ઓક્ટોબરે રાત્રે 8:00 વાગ્યે મારા પાસે આવીને કહેવા લાગ્યો હતો કે મારી દીકરીને બર્થ ડે હોય મારે તેને મોબાઈલ ફોન ગિફ્ટ આપવો છે પરંતુ મારી પાસે પૈસા નથી. તમે તમારા ક્રેડિટ કાર્ડ ઉપર મને ફોન અપાવો. હું તમને મોબાઈલ ફોનના પૈસા રોજે રોજ 5000 લેખે ચુકવી આપીશ મેં તેના વિશ્વાસમાં આવી ગઈ હતી. હું અને મારો દીકરો સંગમ ચાર રસ્તા પાસે આવેલ જાસ્મિન મોબાઇલ દુકાનમાંથી 1.80 લાખનો મોબાઈલ ફોન ખરીદી એજાજ ને આપ્યો હતો. પરંતુ રોજે રોજ પૈસા આપતો ન હતો અને મને ખોટા વાયદા કરીને છેતરતો હતો તેમજ મોબાઇલ ફોન તેણે અન્ય વ્યક્તિને વેચી દીધો હતો.