Get The App

સિંહોનું વેકેશન પૂરુ: ચાર મહિનાના બાદ ફરી શરૂ થયો સાસણ ગીર સફારી પાર્ક

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
સિંહોનું વેકેશન પૂરુ: ચાર મહિનાના બાદ ફરી શરૂ થયો સાસણ ગીર સફારી પાર્ક 1 - image


Lions vacation is over : આજથી ગુજરાતના સાસણ ગીર નેશનલ પાર્કમાં ફરી એકવાર સિંહ દર્શનની શરૂઆત થઇ છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 15 જૂનથી 15 ઓકટોબર સુધીનો 4 મહિનાના સમયગાળા માટે સિંહોનું વેકેશન હોય છે. ચોમાસાના ચાર માસ બાદ આજથી 16 ઓક્ટોબરથી સાસણના જંગલમાં સિંહોનું વેકેશન પૂર્ણ થશે. પ્રવાસીઓ આજથી જંગલમાં સિંહ દર્શન કરી શકશે. ચાર માસ સુધી વનરાજોએ માનવીય ખલેલ વગર ચોમાસાની મજા માણી હતી. હવે આજથી જીપ્સીનો ઘસારો રહેશે. અત્યારથી જ દિવાળી વેકેશન સુધીની પરમીટનું બુકિંગ ફુલ થઈ ગયું છે. આ ઉપરાંત સાસણ આસપાસ આવેલી હોટલ, રિસોર્ટ, ફાર્મહાઉસમાં પણ એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. 



આ પણ વાંચો : સરકારી કર્મચારીઓ દિવાળીની ચિંતા ના કરશો! પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાની સરકારે કરી જાહેરાત

ચોમાસા દરમ્યાન સિંહ સહિતના વન્યપ્રાણીઓનો સંવનનકાળ હોય છે. આ ઉપરાંત વરસાદના કારણે જંગલના રસ્તા પર વાહન જઈ શક્તા નથી આથી દર વર્ષે વન વિભાગ દ્વારા 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થતા જ સાસણ ગીરમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. આજે તા. 16 ઓક્ટોબરે સત્તાવાર રીતે ચોમાસું પૂર્ણ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ સિંહોનું ચાર માસનું વેકેશન પણ પૂર્ણ થશે.



આ વખતે ગીર જંગલમાં ભારે વરસાદ થતાં રસ્તાઓનું ધોવાણ થયું હતું. જીપ્સીના રૂટ પર રસ્તાઓનું રિપેરીંગ કરવામાં આવ્યું છે. સામાન્ય દિવસોમાં સિંહદર્શન માટે રોજ ત્રણ સેશન્સમાં 50-50 મળી કુલ 150 જેટલી પરમીટ ઈશ્યુ કરવામાં આવે છે.

આ પણ વાંચો : શરદ પૂર્ણિમાના દિવસે પૂજાના સમયે આ કથાનું કરજો પઠન, મા લક્ષ્મીની બની રહેશે કૃપાદૃષ્ટિ!

દર વખતે તહેવારના દિવસો પહેલા આ પરમીટની સંખ્યા 180 કરવામાં આવે છે. અત્યારથી છેક દિવાળી વેકેશન સુધીની પરમીટનું બુકિંગ ફુલ થઈ ગયું છે. આ ઉપરાંત સાસણની આસપાસમાં આવેલી હોટલો, ફાર્મહાઉસ, રિસોર્ટમાં પણ દિવાળી વેકેશન સુધીનું બુકિંગ થઈ થયું છે. જેના પગલે અત્યારથી ભાડાઓ વધી ગયા છે.

ગીર નેશનલ પાર્ક સફારી સમય - Gir National Park Safari Time

સવારે 06:00 થી 09:00

સવારે 09:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી

બપોરે 03:00 થી સાંજના 06:00 વાગ્યા સુધી

ગીર નેશનલ પાર્ક સફારી બુકિંગ એન્ટ્રી ફી - Gir National Park Safari Booking Tariff

4 સીટર જીપ (ભારતીય) - રૂપિયા 5500 / જીપ (એક જીપમાં મહત્તમ 4 એડલ્ટ અને 1 બાળકની મંજૂરી છે)

6 સીટર જીપ (ભારતીય) - રૂપિયા 6500 / જીપ (એક જીપમાં મહત્તમ 6 એડલ્ટ અને 1 બાળકની મંજૂરી છે)

8 સીટર જીપ (ભારતીય) - રૂપિયા 8000 / જીપ (એક જીપમાં મહત્તમ 8 એડલ્ટ અને 1 બાળકની મંજૂરી છે)

ઓનલાઈન બુકિંગ માટે  https://sasangirnationalpark.in/  અધિકૃત વેબસાઇટનો ઉપયોગ કરો. 

સાસણમાં સિંહદર્શન માટે ઓનલાઈન પરમીટ જ નીકળે છે. અનેક લોકો સિંહ દર્શનની ઓનલાઈન પરમીટ માટે પ્રયાસ કરે છે. ત્યારે કેટલાક લેભાગુ તત્વો દ્રારા પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરવામાં આવે છે. આવી સ્થિતિ ન સર્જાય તે માટે પ્રવાસીઓએ વનવિભાગની સત્તાવાર વેબસાઈટ પર જ બુકિંગ કરાવવું હિતાવહ છે.

અગાઉ વન વિભાગે સાયબર સેલ, એટીએસ તથા રાજ્યના ડીજીપીને પત્ર લખી સાયબર ગઠીયાઓ સામે પગલાં લેવા રજુઆત કરી હતી, પરંતુ આ દિશામાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ હોય તેમ જણાતું નથી. પ્રવાસીઓ આવા ગઠીયાઓથી બચવા માટે થોડા જાગૃત રહે તે જરૂરી છે.



Google NewsGoogle News