ભિલાડના કરમબેલીમાં ગોડાઉનમાં આગ લાગતા દોડધામ, વીજ પ્રવાહ બંધ કરી ટ્રેનો થોભાવી દીધી

ભારે જહેમત બાદ દોઢ ક્લાકે આગ કાબુમાં આવી

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
ભિલાડના કરમબેલીમાં ગોડાઉનમાં આગ લાગતા દોડધામ, વીજ પ્રવાહ બંધ કરી ટ્રેનો થોભાવી દીધી 1 - image


વાપી,મંગળવાર 

today Fire Breaks In Vapi Bhilad : ભિલાડ નજીકના કરબેબલા ગામે આવેલા રેલવેના કોન્ટ્રાક્ટરના કામચલાઉ ગોડાઉનમાં આજે મંગળવારે આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી. રેલવે ટ્રેક નજીકમાં હોવાથી બન્ને તરફની ટ્રેનોને 10થી 15 મિનિટ સુધી થોભાવી દીધી હતી. એકથી દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.

ભિલાડના કરમબેલીમાં ગોડાઉનમાં આગ લાગતા દોડધામ, વીજ પ્રવાહ બંધ કરી ટ્રેનો થોભાવી દીધી 2 - image

બાજુમાં આવેલ દુકાન આગના  લપેટમાં આવી

પ્રાપ્ત માહિતિ અનુસાર ભિલાડના કરમબેલી ગામે હાઇવે પર આવેલા જલારામ મંદિર નજીક રેલવેના કોન્ટ્રાક્ટરના કામચલાઉ ગોડાઉનમાં આજે મંગળવારે સાંજે અચાનક આગ (vapi fire) સળગી ઉઠી હતી. ગોડાઉનમાં કેમિકલ પ્રવાહીને જથ્થાને કારણે આગ વધુ આક્રમક બનતા ભારે દોડધામ મચી ગઇ હતી. બાજુમાં આવેલી દુકાન આગના લપેટમાં આવી ગઇ હતી ઘટનાને પગલે લોકો દોડી ગયા હતા. ધટનાની જાણ થતા સરીગામ અને વાપીના ફાયર બ્રિગેડના બંબા દોડી ગયા હતા. બાદમાં લાશ્કરોએ આગ પર કાબુ મેળવવા કવાયત આદરી હતી. ગોડાઉન નજીક જ રેલવે ટ્રેક  પસાર થતી હોવાથી સલામતીના ભાગરૂપે રેલવેએ વીજ પ્રવાહ બંધ કરી દીધો હતો. 

ટ્રેનોને 10થી 15 સુધી થોભાવી પડી 

ઘટનાને લઇ મુંબઇ-અમદાવાદ વચ્ચે આવાગમન કરતી ટ્રેનોને 10થી 15 સુધી થોભાવી દીધી હતી. લશ્કરોએ લગભગ એકથી દોઢ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. જો કે આ પહેલા ગોડાઉન બળીને ખાખ થઇ ગયું હતું. આગ કયા કારણસર લાગી તે અંગે હાલ કોઇ વિગત બહાર આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ અગાઉ વલસાડ રેલ્વે સ્ટેશન નજીક હમ સફર એક્સપ્રેસ ટ્રેનના જનરેટર કોચમાં આગ લાગતા ભારે ભાગદોડ મચી ગઇ હતી.


Google NewsGoogle News