Get The App

રાવળીયાવદરના સરપંચને ત્રણ સંતાન મુદ્દે ગેરલાયક ઠેરવી સસ્પેન્ડ કરવા રજૂઆત

Updated: Jan 8th, 2025


Google News
Google News
રાવળીયાવદરના સરપંચને ત્રણ સંતાન મુદ્દે ગેરલાયક ઠેરવી સસ્પેન્ડ કરવા રજૂઆત 1 - image


- યોગ્ય નિર્ણય નહીં આવે તો ગ્રામજનોની લડતની ચિમકી

- ઉમેદવારી ફોર્મમાં ત્રણ સંતાન હોવા છતાં બે સંતાન દર્શાવી વિગતો છુપાવી ચૂંટણી લડયાનો આક્ષેપ

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામના સરપંચને ત્રણ સંતાન મુદ્દે ગેરલાયક ઠેરવી સસ્પેન્ડ કરવાની માંગ સાથે ગ્રામજનો અને આગેવાનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું. આગામી દિવસોમાં યોગ્યે ઉકેલ નહીં આવે ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી લડતની ચિમકી ઉચ્ચારી હતી.

ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદરના ગ્રામજનો અને આગેવાનોએ આપેલા આવેદન અનુસાર ગ્રામ પંચાયતના સરપંચ રતીલાલ સોમાભાઈ સારલા વર્ષ ૨૦૦૪થી ત્રણ બાળકો ધરાવે છે. ચૂંટણી પંચના નિયમ મુજબ બે બાળકોથી વધુ સંતાન હોય તેઓ સરપંચ, ધારાસભ્ય કે અન્ય ચૂંટણી લડવા માટે ઉમેદવારી ફોર્મ ભરી શકતા નથી. નિયમ છતાં રાવળીયાવદર ગામના સરપંચે ચૂંટણી પંચના નિયમોનું ઉલંધ્ધન કરી ત્રણ સંતાનો હોવા છતાં ઉમેદવારી ફોર્મમાં માત્ર બે સંતાનો દર્શાવી ખોટી માહિતી રજૂ કરી સરપંચની ચૂંટણી લડી હતી. તેમજ સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના વિકાસ માટે મળતી ગ્રાન્ટની રકમ જાહેર શૌચાલય, ગટર, રોડ-રસ્તા, વિજળી અને પાણી માટે વાપરવાની હોય છે પરંતુ સરપંચ દ્વારા ગ્રાન્ટનો પણ યોગ્ય ઉપયોગ ન કર્યો હોવાથી યોગ્ય સુવિધા ન હોવાનો આક્ષેપ કર્યો હતો. સરપંચ સામે પોલીસ કેસ પણ થઈ ચુક્યા છે ત્યારે આ તમામ બાબતોને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ રાવળીયાવદર ગામના સરપંચને ગેરલાયક ઠેરવી સસ્પેન્ડ કરવાની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિતત રજૂઆત કરી હતી. આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહિં આવે તો આગામી દિવસોમાં ઉચ્ચકક્ષાએ લડત આપવાની ચિમકી ઉચ્ચારતા દોડધામ મચી જવા પામી છે.

Tags :
RawaliyavdarSarpanchsuspend

Google News
Google News