Get The App

સફળ મીડીએટર બનવા ધીરજ, પક્ષકારોને શાંતિથી સાંભળવાના ગુણો હોવા જરુરી

સુરતમાં મીડીએશન ટ્રેનિંગ પ્રોગ્રામનું સમાપન

Updated: Oct 1st, 2022


Google NewsGoogle News
સફળ મીડીએટર બનવા ધીરજ, પક્ષકારોને શાંતિથી સાંભળવાના ગુણો હોવા જરુરી 1 - image



- વકીલાત નોબલ પ્રોફેશન છે, સેવા અને મદદની ભાવનાથી સમાજ માટે કંઇક કરી છૂટવાની તક મળે છે : સુપ્રીમ કોર્ટ જસ્ટીસ એમ.આર.શાહ

         સુરત

વકીલાત એ નોબલ પ્રોફેશન છે. હું તમને કોર્ટમાં જોઇ લઇશ, એવી ધમકી આપનારે પણ કોર્ટમાં પહોંચતા પહેલા વકીલની ઓફિસમાં જવુ પડે છે. સફળ મિડીયેટર ( મધ્યસ્થી ) બનવા માટે ધીરજ અને પક્ષકારોને શાંતિથી સાંભળવાના ગુણો હોવા જરૃરી છે. સુરતમાં મિડીએશન ટ્રેનિગ પ્રોગામના સમાપન સમારોહમાં સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ એમ.આર.શાહે વકતવ્યમાં જણાવ્યુ હતુ.

સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ૨૭ મી સપ્ટેમ્બરથી ૧ ઓકટોબર સુધી વકીલો માટે ૪૦ કલાક મિડીએશન ટ્રેનિગ પ્રોગામ યોજાયો હતો. જેના આજે સમાપન સમારોહ અઠવાલાઇન્સ સ્થિત પી.ટી.સાયન્સ કોેલેજના તારામતી હોલમાં સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ અને મિડીએશન એન્ડ કન્સીલીયેશન પ્રોજેકટ કમિટીના સભ્ય એમ.આર. શાહ અને હાઇકોર્ટના ચીફ જસ્ટીશ અરવિંદ કુમારની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે ન્યાયાધીશ એમ.આર.શાહે જણાવ્યુ હતુ કે વકીલાત એ નોબલ પ્રોફેશન છે. આ વ્યવસાયમાં સેવા અને મદદની ભાવનાથી સમાજ માટે કંઇક કરી છુટવાની તક મળે છે. હું તમને કોર્ટમાં જોઇ લઇશ.એવી ઘમકી આપનારે પણ કોર્ટ પહોંચતા પહેલા તો વકીલની ઓફિસમાં જવુ પડે છે. કોઇ પણ કેસ કોર્ટમાં રજુ થતા પહેલા વકીલોના માધ્યમથી જ આગળ વધે છે. એટલે જ ન્યાયક્ષેત્રમાં વકીલોની ભૂમિકા વધી જતી હોય છે. સફળ મિડીયેટર બનવા માટે ધીરજ અને પક્ષકારોને શાંતિથી સાંભળવાના ગુણો હોવા જરૃરી છે. પ્રેકટીકલ બનવા સાથે ઇમોશનલ બની કામ કરવામાં આવે તો તેનાથી સંતોષ અવર્ણનીય હોય છે. લોક અદાલત સમાજ માટે તકરાર નિવારણનો ઉત્તમ ઉપાય છે. લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી બન્ને પક્ષકારોને ન્યાય અને સમાન ખુશી મળે છે. જીવન એ ઇકો (પડધો )ે સમાન છે. તમે જેટલુ સમાજને આપશો, લોકોને સહાયરૃપ બનશો એટલા જ બમણા વેગથી તેનો હકારાત્મક પ્રતિસાદ જીવનમાં જોવા મળશે. ગુજરાતના આર્થિક પાટનગર સુરત અને સુરતવાસીઓની વિનમ્રતાથી પ્રશંસા કરી હતી.

જેટલુ વધુ શીખીએ એટલા જ વિનમ્ર બનીએ તો આપણે મેળવેલી વિદ્યા સાર્થક બને : હાઇકોર્ટ ચીફ જસ્ટીશ અરવિંદ કુમાર

સુરતમાંમિડીએશન ટ્રેનિગ પ્રોગામના સમાપનમા હાઇકોર્ટ ચીફ જસ્ટીશ અને ગુજરાત કાનૂની સેવા સત્તામંડળના પેટ્રન ઇન ચીફ અરવિંદ કુમારરે કહ્યુ હતુ કે, કોરોનાકાળમાં ટેકનોલોજીના અસરકારક વિનિયોગ કરી ઓનલાઇન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન થકી ન્યાય મેળવવામાં ગતિ આવી છે. કોરોના જેવી કોઇ પણ આફતને અવસરના રૃપમાં જોવી જોઇએ તો જ જીવનમાં કઠીન કસોટીઓમાંથી પાર ઉતરી શકાશે. વિદ્યા વિનયથી શોભે છે. જેટલુ વધુ શીખીએ એટલા જ વિનમ્ર બનીએ તો આપણે મેળવેલી વિદ્યા સાર્થક બને છે. મિડીયેશન ( મધ્યસ્થી ) દ્વારા વિવાદોનો ઉકેલ સરળતાથી લાવી શકાય છે. ગાંધીજી ઉમદા વકીલ અને સફળ, અસરકારક મિડીયેટર હતા. 


Google NewsGoogle News