Get The App

એકલવાયા જીવનથી કંટાળીને વૃદ્ધે જીવન ટૂંકાવ્યું

સરદાર ભવનના ખાંચાના એપાર્ટમેન્ટની અગાશી પરથી નીચે પડતું મૂક્યું

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News

 એકલવાયા જીવનથી કંટાળીને વૃદ્ધે જીવન ટૂંકાવ્યું 1 - imageવડોદરા,એકલવાયા જીવનથી કંટાળીને ૬૫ વર્ષના સિનિયર સિટિઝને એપાર્ટમેન્ટની અગાશી  પરથી નીચે  પડતું મૂકીને આપઘાત કર્યો હતો.

સરદાર ભવનના ખાંચામાં આજે સવારે આઠ વાગ્યે ૫૫ વર્ષના પ્રૌઢ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તેઓને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું. કારેલીબાગ પોલીસે મૃતદેહના  પી.એમ. માટેની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની તપાસ દરમિયાન એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે, મૃતકનું નામ મનોજભાઇ વિષ્ણુભાઇ કુલકર્ણી, ઉં.વ.૬૫ (રહે. શ્રી સ્કવેર, ખંડેરાવ માર્કેટ  પાસે) છે. સરદાર ભવનના ખાંચામાં શિવ ચેમ્બરમાં તેઓની બહેનનું ઘર છે. જે મકાન મોટાભાગે બંધ રહે છે. આજે તેમણે શિવ ચેમ્બરની અગાશી પરથી નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. મનોજભાઇએ લખેલી એક અંતિમ ચિઠ્ઠી મળી હતી. જેમાં લખ્યું હતું કે, હું એકલવાયા જીવનથી કંટાળી ગયો છું. એટલે આપઘાત કરૃં છું.ઘરના સર્વે મને માફ કરે.


Google NewsGoogle News