ભાવનગર ડિવિઝનના વિભિન્ન સ્ટેશન પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર
- રેલવે પ્રશાસન દ્વારા આજથી નવું ટાઈમ ટેબલ અમલમાં
- 8 ટ્રેનની સ્પીડમાં વધારો કરાતા મુસાફરોનો સમય બચશે
ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ વખતે ભાવનગર ડિવિઝનમાંથી દોડતી ૮ ટ્રેનો વર્તમાન નિર્ધારિત સમય કરતાં મોડી/વિલંબથી ચાલશે. ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી ૮ ટ્રેનોની સ્પીડમાં વધારો કરવામાં આવ્યો છે, સાથે મુસાફરીનો સમય ૦૫ મિનિટથી લઈને ૧ કલાક ૨૫ મિનિટ સુધી ઘટાડવામાં આવ્યો છે. ટ્રેનોની સ્પીડ વધવાના પરિણામે પેસેન્જર ટ્રેનોના ઓપરેટિંગ સમયમાં ઘટાડો થયો છે. મુસાફરોને આનો સંપૂર્ણ લાભ મળશે અને તેથી તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં સમય બચશે.
દરમિયાનમાં, જે ટ્રેન પ્રારંભિક સ્ટેશનથી વર્તમાન નિર્ધારિત સમય કરતાં મોડી ઉપડનાર છે તેમાં ટ્રેન નંબર ૨૦૯૧૦ પોરબંદર-કોચુવેલી એક્સપ્રેસ પોરબંદર સ્ટેશનથી વર્તમાન નિર્ધારિત સમય ૧૮.૪૦ કલાકને બદલે ૧૮.૫૫ કલાકે ઉપડશે. ટ્રેન નંબર ૨૦૯૬૮ પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ પોરબંદર સ્ટેશનથી વર્તમાન નિર્ધારિત સમય ૧ કલાકને બદલે ૧.૧૦ કલાકે ઉપડશે. ટ્રેન નંબર ૧૯૨૬૯ પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ પોરબંદર સ્ટેશનથી વર્તમાન નિર્ધારિત સમય ૧૯.૩૫ કલાક ને બદલે ૧૯.૪૦ કલાકે ઉપડશે. ટ્રેન નંબર ૨૦૯૩૭ પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ પોરબંદર સ્ટેશનથી વર્તમાન નિર્ધારિત સમય ૧૯.૩૫ કલાકને બદલે ૧૯.૪૦ કલાકે ઉપડશે. ટ્રેન નંબર ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ વેરાવળ સ્ટેશનથી વર્તમાન નિર્ધારિત સમય ૭.૨૫ કલાકને બદલે ૭.૩૦ કલાકે ઉપડશે. ટ્રેન નંબર ૦૯૫૬૭ વેરાવળ-ભાવનગર વેરાવળ સ્ટેશનથી વર્તમાન નિર્ધારિત સમય ૧૪.૪૦ કલાકને બદલે ૧૫.૦૦ કલાકે ઉપડશે. ટ્રેન નંબર ૧૯૨૦૪ વેરાવળ-બાંદ્રા એક્સપ્રેસ વેરાવળ સ્ટેશનથી વર્તમાન નિર્ધારિત સમય ૧૭.૧૫ કલાકને બદલે ૧૮.૪૦ કલાકે ઉપડશે. ટ્રેન નંબર ૦૯૫૬૬ ભાવનગર-વેરાવળ ભાવનગર ટમનસ સ્ટેશનથી વર્તમાન નિર્ધારિત સમય ૪.૪૦ કલાકને બદલે ૪.૫૦ કલાકે ઉપડશે.