શરદ પૂનમે ચંદ્રગ્રહણને કારણે રાજ્યના મોટા મંદિરોના સમયમાં ફેરફાર, દર્શન કરવા જતા પહેલા જાણી લેજો

અંબાજી મંદિરે ચંદ્ર ગ્રહણ હોવાથી મંગળા આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો

પાવાગઢ મંદિર બપોરથી જ બંધ રાખવામાં આવશે

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
શરદ પૂનમે ચંદ્રગ્રહણને કારણે રાજ્યના મોટા મંદિરોના સમયમાં ફેરફાર, દર્શન કરવા જતા પહેલા જાણી લેજો 1 - image
Image : Ambaji Temple official

temple timing Change on lunar eclipse : આગામી બે દિવસ બાદ આ વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ હોવાથી ગુજરાતના મોટા મંદિરોમાં દર્શન તેમજ આરતીમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો કેટલાક મંદિરો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અંબાજી મંદિરે આરતી અને દર્શનમાં ફેરફાર કર્યો જ્યારે પાવાગઢ મંદિર બંધ રહેશે

આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 28મી ઓક્ટોબરના હોવાથી રાજ્યના મોટાભાગના મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને કેટલાક મંદિરો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરે ચંદ્ર ગ્રહણ હોવાથી મંગળા આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં મંગળા આરતી સવારે 6 કલાકે કરવામાં આવશે જ્યારે અંબાજીના દર્શનનો સમય સવારે 6.30થી 11.30 સુધી જ રાખવાનો નિર્ણય (decided) કર્યો છે.  આ ઉપરાંત પાવાગઢ મંદિર બપોરથી જ બંધ રાખવામાં આવશે અને બીજા દિવસે સવારે 8.30 કલાકે રાબેતા મુજબ દ્વાર ખોલવામાં આવશે. 

અંબાજી મંદિરને આ સમયે બંધ કરી દેવામાં આવશે

મંદિર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ સવારે 6:30 થી 11:30 દર્શન સમય બાદ માતાજીને રાજભોગ ધરાવવામાં (Rajbhog will be offered) આવશે અને ત્યારબાદ મંદિરને બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત ચંદ્રગ્રહણ હોવાથી સાંજની આરતી બપોરે 3 વાગ્યથી 3.30 વાગ્યા સુધીમાં કરવામાં આવશે અને સાંજે પણ આરતીના સમયે મંદિર સંપુર્ણ બંધ (completely closed) રાખવામાં આવશે. પુનમના બીજા દિવસે 29મી ઓક્ટોબરે મંદિર રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે.

દ્વારકાધીશ અને સોમનાથ મંદિરમાં નિર્ણય લેવાયો

દ્વારકાધીશ મંદિરના જણાવ્યા અનુસાર ચંદ્રગ્રહણને કારણે દ્વારકાધીશ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં સવારે 5 વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે તેમજ સવારે 11 વાગ્યાથી બપોરે 12 સુધી મંદિરને બંધ રાખવામાં આવશે તેમજ પૂનમના દિવસે બપોરે 3 કલાકે મંદિર બંધ થયા બાદ બીજા દિવસે રાબેતા મુજબ મંદિરને ખોલવામાં આવશે. આ ઉપરાંત સોમનાથ મંદિરમાં મધ્યાહ્ન આરતી બાદ દરેક પૂજા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય મંદિરમાં સાયં આરતી, અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા સહિતની તમામ પૂજા બંધ રાખવામાં આવશે. જો કે પરીસરમાં સુંદરકાંડ પાઠ નિયત સમય પ્રમાણે જ કરવામાં આવશે. 

શરદ પૂનમે ચંદ્રગ્રહણને કારણે રાજ્યના મોટા મંદિરોના સમયમાં ફેરફાર, દર્શન કરવા જતા પહેલા જાણી લેજો 2 - image


Google NewsGoogle News