Get The App

MSU પદવીદાન સમારોહની સત્તાવાર જાહેરાત થઈ પણ સમય નક્કી કરવાનો બાકી

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
MSU પદવીદાન સમારોહની સત્તાવાર જાહેરાત થઈ પણ સમય નક્કી કરવાનો બાકી 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ આખરે આજે સાંજે ૨૯ ડિસેમ્બરે યુનિવર્સિટીનો ૭૩મો પદવીદાન સમારોહ યોજાશે તેવી જાહેરાત કરી છે.જોકે સમારોહનો સમય તો હજી પણ જાહેર કરવામાં આવ્યો નથી.

યુનિવર્સિટીના રજિસ્ટ્રારે કહ્યું હતું કે, ઉપરાષ્ટ્રપતિ કાર્યાલયમાંથી આવતીકાલે જાણકારી મળ્યા બાદ સમારોહનો સમય નક્કી થશે અને  એ પછી તેની જાહેરાત કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, વડોદરાના સાંસદે શનિવારે જ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પદવીદાન સમારોહમાં હાજરી આપશે તેવી જાણકારી શેર કરી હતી.સમારોહનું આયોજન કોન્વોકેશન ગ્રાઉન્ડ પર જ થશે અને એનસીસી ગ્રાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

સાથે સાથે સત્તાધીશોએ કહ્યું છે કે, ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને કમલા રમણ વાટિકા ખાતેથી ડિગ્રીનું વિતરણ કરાશે અને બાકીના વિદ્યાર્થીઓએ પોતાની ફેકલ્ટીમાંથી ડિગ્રી મેળવવાની રહેશે.વિદ્યાર્થીઓને   ઈ મેલ કરીને જાણકારી અને જરુરી સૂચનાઓ પૂરી પાડવામાં આવશે.

બીજી તરફ તા.૨૯મીએ યોજનારા પદવીદાન સમારોહ માટે હવે યુનિવર્સિટીએ તૈયારીઓ શરુ કરી દીધી છે.મળતી વિગતો પ્રમાણે વાઈસ ચાન્સેલરે ફેકલ્ટી ડીનોની બેઠક બોલાવી દરેકને આયોજનની અલગ અલગ જવાબદારીઓ સોપી છે અને સાથે સાથે તમામ વિદ્યાર્થીઓ સુધી પદવીદાન સમારોહની જાણકારી પહોંચે તેવી પણ સૂચના આપી છે.


Google NewsGoogle News