Get The App

વરસાડા ગામે રાત્રે ઊંઘી ગયેલા એસટી બસ ચાલક અને કંડકટરની ટિકિટ મશીન તેમજ રોકડની ચોરી

Updated: Feb 5th, 2025


Google News
Google News
વરસાડા ગામે રાત્રે ઊંઘી ગયેલા એસટી બસ ચાલક અને કંડકટરની ટિકિટ મશીન તેમજ રોકડની ચોરી 1 - image


Image: Freepik

વડોદરાના પાણીગેટ સેન્ટ્રલ બસ ડેપોથી સાવલી તાલુકાના ગામ સુધી બે ટ્રીપ માર્યા બાદ એસ ટી બસના ડ્રાઇવર અને કંડક્ટર રાત્રે પતરાના શેડમાં ઊંઘી ત્યારે બંનેની બેગો ગઠિયાઓ ઉઠાવી ગયા હતા. 

ધર્મેન્દ્રસિંહ હિંમતસિંહ રણાએ ડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વડોદરાના પાણીગેટ એસટી ડેપોમાં એક વર્ષથી કંડક્ટર તરીકે કામ કરૂ છું. તા.3, ફેબ્રુઆરીના રોજ બપોરે નોકરી પર આવ્યો ત્યારે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનની ઓફિસમાંથી તેમને EBTM મશીન ફાળવવામાં આવ્યું હતું. આ બસ વરસાડા નાઇટ રૂટ પર જવા માટે ભૂતડીઝાંપા બસ સ્ટેન્ડ પર આવેલી હતી. વડોદરાથી સાવલીની બે ટ્રીપ મારી અને ત્યાર બાદ વરસાડા ગામે આવેલા હનુમાનજી મંદિરની બાજુમાં બસ પાર્ક કરીને જમી પરવારીને ડ્રાઇવર સાથે પતરાના શેડ નીચે ખુલ્લામાં પથારી કરીને સુઈ ગયા હતા.

દરમિયાન બેગમાં EBTM મશીન, મુસાફરોએ ખરીદેલી ટીકીટની રોકડ, તથા જરૂરી ડોક્યૂમેન્ટ્સની ચોરી થઈ હતી. સવારે પોણા પાંચ વાગ્યે ઊંઘમાંથી જાગતા મારી અને તમારી અને બસ ડ્રાઇવરની બેગ મળી ન હતી. મશીન, રોડક તથા અન્ય મળીને કુલ રૂ. 19,500 નો મુદ્દામાલ ગાયબ થયો હતો.

Tags :
VadodaraVarsadaTheft

Google News
Google News