વડોદરાના સિનિયર ધારાસભ્યનું બોગસ FB એકાઉન્ટ બન્યું, ઠગે લોકોને કોલ કર્યા
Vadodara Fake Facebook : વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલનું બોગસ ફેસબુક એકાઉન્ટ ખુલતા તેમણે સાયબર સેલને જાણ કરી છે.
સિનિયર મોસ્ટ ધારાસભ્ય યોગેશ પટેલના કેટલાક કાર્યકરોને બોગસ ફોન આવતા તેઓ ચોંક્યા હતા. તપાસ કરતા તેમનો ભાષણ આપતો ફોટો મૂકીને કોઈ વ્યક્તિએ બોગસ એકાઉન્ટ બનાવ્યું હોવાનું જણાય આવ્યું હતુ.
આ એકાઉન્ટમાં શરૂઆતમાં કેટલીક વાતચીત પણ કરવામાં આવી છે. જ્યારે ઠગ દ્વારા કેટલાક કાર્યકરોને કોલ પણ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. જેથી ધારાસભ્યએ તેમના નામના એકાઉન્ટ કે કોલથી સાવધાન રહેવા લોકોને અપીલ કરી છે તેમ જ સાયબર સેલને પણ જાણ કરી છે.
નોંધનીય છે કે, વડોદરામાં ભૂતકાળમાં પણ મિનિસ્ટર, ધારાસભ્ય, પોલીસ કમિશનર તેમજ અન્ય રાજકીય આગેવાનોના સોશિયલ મીડિયા પર બોગસ એકાઉન્ટ બનાવવામાં આવ્યા હોવાના બનાવો બન્યા છે.