સયાજીગંજમાં જુગાર રમતા ત્રણ યુવક પકડાયા,ચાર મોબાઇલ કબજે

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
સયાજીગંજમાં જુગાર રમતા ત્રણ યુવક પકડાયા,ચાર મોબાઇલ કબજે 1 - image


વડોદરા, તા. 24 ડિસેમ્બર 2023, રવિવાર

સયાજીગંજ વિસ્તારમાં મંદિર પાસેના ઓટલા પર જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની વિગતોને પગલે પોલીસે દરોડો પાડી ત્રણ યુવકને ઝડપી પાડ્યા હતા.

પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં આવેલા અંબાજી મંદિર પાસેના ઓટલા પર જુગાર રમાઈ રહ્યો હોવાની વિગતોને પગલે સયાજીગંજ પોલીસે છાપો મારી ત્રણ યુવકને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ચાર મોબાઇલ કબજે કર્યા હતા.

પોલીસે પકડેલા યુવકોમાં સાકીર ખાન રસીદ ખાન પઠાણ (ગરાસીયા મોહલ્લો, સયાજીગંજ) અજય દેવેન્દ્રભાઈ પઢીયાર અને અલ્તાફ ફિરોજભાઈ રાણા (બંને રહે.અંબાજી મંદિર પાસે, પરશુરામ ભઠ્ઠા) નો સમાવેશ થાય છે.



Google NewsGoogle News