શટલ રીક્ષામાં સ્કૂલ ગર્લની છેડતી કરનાર પરિણીત આરોપીને ત્રણ વર્ષની સખ્તકેદ

ત્રણ મહિનાથી આરોપીની રીક્ષામાં બેસતી 15 વર્ષની વિદ્યાર્થિની પર જાતીય હુમલો કર્યો હતો ઃ પીડિતાને રૃા.1 લાખ વળતર ચુકવવા હુકમ

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News

 શટલ રીક્ષામાં સ્કૂલ ગર્લની છેડતી કરનાર પરિણીત આરોપીને ત્રણ વર્ષની સખ્તકેદ 1 - image


સુરત

ત્રણ મહિનાથી આરોપીની રીક્ષામાં બેસતી 15 વર્ષની વિદ્યાર્થિની પર જાતીય હુમલો કર્યો હતો ઃ પીડિતાને રૃા.1 લાખ વળતર  ચુકવવા હુકમ

      

સતત ત્રણ માસથી શટલ રીક્ષામાં જતી આવતી 15 વર્ષની સ્કુલ ગર્લની બાજુમાં ચીપકીને બેસી અણછાજતો સ્પર્શ  કરી જાતીય હુમલો કરનાર 37 વર્ષીય પરણીત આરોપીને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ  સેશન્સ જજ વિનોદ વી.પરમારે તમામ ગુનામાં દોષી ઠેરવી ઈપીકો-354,પોક્સો એક્ટની કલમ-8ના ગુનામાં ત્રણ વર્ષની સખ્તકેદ,1 હજાર દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદ તથા ભોગ બનનારને 1 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે.

કાપોદરા પોલીસ મથકની હદ વિસ્તારમાં રહેતી ફરિયાદી પિતાની 15 વર્ષની સગીર પુત્રી સ્કુલે આવવા જવા માટે વરાછા મીની બજારથી શટલ રીક્ષામાં બેસીને ખોડીયાર નગર ત્રણ રસ્તા પાસે ઉર્મિ સોસાયટીના ગેટ પાસે ઉતરતી હતી.છેલ્લાં ત્રણેક માસથી ફરિયાદીની સગીર પુત્રીની સાથે રીક્ષામાં બેસીને અજાણ્યો ઈસમ તેના બાજુમાં બેસીને અણછાજતો સ્પર્શ કરીને છેડતી કરતો હતો.જે અંગે તા.12-2-24ના રોજ 37 વર્ષીય આરોપી બૈજુભાઈ અમુભાઈ ઉગરેજીયા દેવીપૂજકને ફરિયાદી તથા તેના તેના ભાઈએ ઓટો રિક્ષામાં બેસતી વખતે રંગે હાથે ઝડપી લીધો હતો.જેથી ટોળાએ આરોપીને માર મારીને કાપોદરા પોલીસમાં આરોપી બૈજુભાઈ ઉગરેજીયા વિરુધ્ધ ઈપીકો-354,354 (ક)તથા પોક્સો એક્ટની કલમ-7,8,11 (4) તથા 12 ના ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી.આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે સ્વતંત્ર સાક્ષીના અભાવે માત્ર ફરિયાદી,તેના કાકા ભોગ બનાર તથા તેની બહેનપણી રસ ધરાવનાર સાક્ષી હોઈ ખોટી રીતે આરોપીને ફસાવી દેવા પુરાવો ઉભો કર્યો હોવાનો બચાવ લીધો હતો.જેના વિરોધમાં

ફરિયાદપક્ષે એપીપી મુંજાલ બ્રહ્મભટ્ટે કુલ 9 સાક્ષી તથા 12 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે આરોપીને ઉપરોક્ત ગુનામાં દોષી ઠેરવી સખ્તકેદ તથા દંડ અને ભોગ બનનારને કુલ દંડ 4 હજાર રકમ તથા વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 1લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે.કોર્ટે જણાવ્યું હતું કે કાયદાનો એવો કોઈ નિયમ નથી કે ભોગ બનનારની નજીકના કે પરિવારના સભ્યો હોય તેટલા માત્રથી તેમનો પુરાવો અસ્વીકૃત્ત બની જાય.તે સિવાય પણ પંચ,પોલીસ સાક્ષીઓએ પણ ફરિયાદપક્ષના કેસને સમર્થનકારી પુરાવો આપ્યો છે.ભોગ બનનાર તથા તેની બહેનપણી પણ ઉલટ તપાસમાં પણ પોતાની જુબાનીમાં અડગ રહી હોઈ ખોટી સંડોવણી કરી હોવાનું માની શકાય નહીં.


suratcourt

Google NewsGoogle News