Get The App

નજીવી તકરારમાં જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડનાર બે આરોપીઓને ત્રણ વર્ષની કેદ

જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા ફરિયાદી મોહમદ દાઉજી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી ખભા તથા મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
નજીવી તકરારમાં જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડનાર બે આરોપીઓને ત્રણ વર્ષની કેદ 1 - image


સુરત

જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા ફરિયાદી મોહમદ દાઉજી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી ખભા તથા મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી

   

 પાંચેક વર્ષ પહેલાં જહાંગીરપુરા પોલીસની હદમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી ખભા તથા જડબાના ભાગે ઈજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ત્રણ પૈકી બે આરોપીઓને આજે છઠ્ઠા એડીશ્નલ સીવીલ જજ અને જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કુ.શ્રધ્ધા એન.ફાળકીએ ઈપીકો-324,114 હેઠળ દોષી ઠેરવી ત્રણ વર્ષની કેદ,1 હજાર દંડ ન ભરે તો વધુ દોઢ મહીનાની કેદની સજા ફટકારી છે.

ફરીયાદી મોહમંદ યુનુસ ઉસ્માન દાઉજીએ ગઈ તા.17-4-2018ના રોજ આરોપી અહમદ દાઉદ શાહ,ફિરોઝ દાઉદ શાહ તથા જૈબુન દાઉદ શાહ(રે.તળાવ ફળિયુ,જહાંગીર પુરા) વિરુધ્ધ જહાંગીર પુરા પોલીસમાં ઈપીકો-324,504,506(2)114 તથા જી.પી.એક્ટ-135 ના ગુનાની ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ આરોપીઓએ ફરિયાદીના ફોઈના દીકરા ઓસામા સાથે વ્હોરા સમાજના લોકો જમીનના પૈસા ખાઈ ગયા છે એવું જણાવીને બોલાચાલી ઝઘડો કરતા હતા.જે દરમિયાન ફરિયાદીએ વચ્ચે પડતાં 19 વર્ષીય આરોપી અહમદ દાઉદ શાહે ચપ્પુ વડે ફરિયાદીના ડાબા ખભા ઉપર તથા 24 વર્ષીય આરોપી ફિરોઝ દાઉદ શાહે મોઢાના ડાબી બાજુ ચપ્પુના ઘા મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી.જ્યારે 45 વર્ષીય આરોપી જૈબુન દાઉદ શાહે બેફામ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ કેસમાં જહાંગીર પુરા પોલીસે જેલભેગા કરેલા ઉપરોક્ત ત્રણેય આરોપીઓ વિરુધ્ધના કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન સરકારપક્ષે એપીપી મનિષ વી.રાણપરીયાએ કુલ સાત સાક્ષીની જુબાની તથા સાત દસ્તાવેજી પુરાવાના આધારે ફરિયાદ પક્ષનો કેસ નિઃશકપણે સાબિત કર્યો હતો.જ્યારે આરોપીઓના બચાવપક્ષે મુખ્યત્વે એવો બચાવ લીધો હતો કે પ્રોસિક્યુશને સ્વતંત્ર સાક્ષીઓને તપાસ્યા નથી.સાક્ષીઓની જુબાનીમાં વિરોધાભાસ આવતો હોઈ ફરિયાદપક્ષનો કેસ શંકાસ્પદ છે.જેને કોર્ટે નકારી કાઢતાં જણાવ્યું હતું કે દરેક કેસમાં સ્વતંત્ર સાક્ષીઓ પોતાનો કેસ પુરવાર કરવા તપાસવા એવો કાયદાનો નિયમ નથી.સાક્ષીની જુબાનીની ગુણવત્તા સાથે અદાલતને સંબંધ હોય છે નહીં કે સાક્ષીઓની સંખ્યા સાથે સંબંધ નથી હોતો.એકબીજાના સંબંધી હોવાના કારણ માત્રથી ફરિયાદપક્ષના કેસમાં શંકા ઉત્પન્ન કરી શકાય નહીં.જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદપક્ષની રજુઆતોને માન્ય રાખી આરોપી અહમદ શાહ તથા ફિરોઝ શાહને ઈપીકો-324,114ના  ગુનામાં દોષી ઠેરવી ત્રણ વર્ષની કેદ,1 હજાર દંડ ન ભરે તો વધુ દોઢ મહીનાની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.કોર્ટે અન્ય ગુનામાં ઉપરોક્ત બંને આરોપીઓ સહિત સહ આરોપી જૈબુન શાહને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.


suratcourt

Google NewsGoogle News