પાંડેસરામાં તાવ આવ્યા બાદ ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત
- મધ્યપ્રદેશના બંસલ દંપતીએ એકનોએક પુત્ર ગુમાવ્યો : પાંડેસરામાં તાવથી બાળકના મોતની ચાર દિવસમાં બીજી ઘટના
સુરત :
શિયાળાની તુના આરંભ હોવા છતાં પણ શહેરમાં તાવ સહિતની બિમારીના કેસ વધુ જોવા મળી રહ્યા છે. તેવા સમયે પાંડેસરામાં તાવ આવ્યા બાદ એક માસુમ બાળકનું મોત થયુ હતુ.
સિવિલના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ પાંડેસરા ખાતે ગણેશનગરમાં રહેતા બબલુ બંસલનો ૩ વર્ષનો પુત્ર કાતકને ચાર-પાંચ દિવસથી તાવ આવતો હતો. જયારે આજે શુક્રવારે સવારે તેની તબીયત વધુ બગડતા પરિવારજનો સારવાર માટે નવી સિવિલમાં લઇ આવ્યા હતા.જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. જયારે કાતકનો પરિવાર મુળ મધ્યપ્રદેશના સતનાનો વતની છે. પરિવારનો એકનો એક પુત્ર હતો. બબલુ બંસલ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. ઉલ્લેખનીય એ છે કે ચારેક દિવસ પહેલા પાડેસરામાં રહેતી બાળકીનું પણ તાવ આવ્યા બાદ મોત થયું હતું.