લિંબાયતમાં ઘર નજીક રમતા ત્રણ વર્ષના બાળકને ટેમ્પોએ અડફટે લેતા મોત
- સરથાણામાં બી.આર.ટી.એસ રેલીંગ સાથે બાઇક અથડાયા બાદ સ્લીપ થતા યુવાને જીવ ગુમાવ્યો
સુરત,:
સુરતમાં માર્ગ અકસ્માતમાં બે બનાવમાં લિંબાયતમાં ઘર નજીર રમતા ૩ વર્ષીય બાળકને ટેમ્પાએ ટક્કર મારતા ગંભીર ઇજા થતા મોત થયુ હતું. બીજા બનાવમાં સરથાણામાં બી.આર.ટી.એસ રેલીંગ સાથે બાઇક અથડાયા બાદ સ્લીપ થતા ઇજા થતા યુવાન મોતને ભેટયો હતો.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મુળ બિહારના સમસ્તીપુરના વતની અને હાલમાં લિંબાયતમાં ભક્તિનગર સોસાયટીમાં રહેતો ૨૪ વર્ષીય પિન્ટુ સુરેશ શાહનો ૩ વર્ષીય પુત્ર આયુષ શુક્રવારે સાંજે ઘર નજીક રમતો હતો. તે સમયે ઘર નજીકમાં આવેલી સહજાનંદ સોસાયટીની સામે પુરપાટ હંકારતા ફોર વ્હિલ ટેમ્પાચાલકે બાળકને અડફેટે લીધો હતો. જેમાં તેને ગંભીર ઇજા થતા ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીંપજયું હતું. જયારે આયુષના પિતા એમ્બ્રોઇડરી ખાતામ કામ કરે છે. જોકે આયુષ પરિવારનામાં એકને એક લાડકવાય પુત્ર હોવાથી ગમગની છવાઇ ગઇ હતી. આ અંગે લિંબાયત પોલીસે ટેમ્પાચાલક વિરુધ્ધ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં કામરેજમાં નનસાડ રોડ ઉપર આવેલી શિવ વાટીકા સોસાયટીમાં રહેતો ૨૨ વર્ષીય યુવરાજ મનસુખ જેઠવા શુક્રવારે રાતે મોડી સાંજે અડાજણ ખાતે ફાયનાન્સ કંપનીમાં નોકરીથી બાઇક પર ઘરે જવા નીકળ્યો હતો. તે સમયે સુરત-કામરેજ રોડ પર શ્યામધામ મંદિર થી વાલક પાટીયા રોડ ઉપર પુરૃષોતમ નગર પાસે બી.આર.ટી.એસની રેલીંગ સાથે બાઇક ભટકાતાયા બાદ સ્લીપ થતા અકસ્માત થયો હતો. જેમાં તેને ગંભીર ઇજા થતા ધટના સ્થળે મોત નીંપજયું હતું. જયારે યુવરાજ મુળ ભાવનગરમાં મહુવાનો વતની હતો. આ અંગે સરથાણા પોલીસે તાપસ શરૃ કરી છે.