માંડવી બેંક રોડ પર તલવારો વેચતી ત્રણ મહિલા ઝડપાઈ
હિંમતનગરથી તલવારો વેચવા માટે આવેલી ત્રણ મહિલાઓને પોલીસે ઝડપી પાડી 19 તલવાર કબજે લીધી છે.
સીટી પોલીસની માહિતી મળી હતી કે માંડવી બેંક રોડ કલ્યાણ થાય છે મંદિરની ગલીમાં કેટલીક મહિલાઓ ખુલ્લેઆમ તલવારો વેચવા માટે કરી રહી છે અને તપાસ કરતા ત્રણ મહિલાઓ મળી આવી હતી જેમની પાસેથી પોલીસને કુલ 19 તલવાર મળી આવી હતી. મહિલાઓએ પોલીસને પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, રોજીરોટી માટે તલવારો વેચવા આવ્યા છે. પોલીસે (1) પાયલબેન પરીતભાઈ મારવાડી (2) નીરલબેન વિષ્ણુભાઈ લુહાર તથા (3) પાનેતર બેન શ્રેણી ભાઈ લુહાર (ત્રણે રહેવાસી હિંમતનગર જિલ્લો સાબરકાંઠા ) સામે હથિયારબંધી ના ભંગનો ગુનો દાખલ કરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.