ગોંડલમાં ચાઈનીઝ દોરીની ૯૬ ફીરકી સાથે ત્રણ વેપારી ઝડપાયા
પંદર દિવસ પહેલા દરોડા પડયા બાદ પોલીસ ફરી સક્રિય
મકરસંક્રાંત પર્વ પહેલાં નફો રળી લેવા વેપારીઓ જોખમી દોરીનું કરે છે વેચાણ
પીએસઆઈ એચ.સી. ગોહિલ પોતાની ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે
ભોજરાજ પરા શેરી નં.૨૪/૧૩ ખાતે આવેલી ગેલ કૃપા પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં
ચાઈનીઝ દોરીની પ્રતિબંધિત ફીરકીનું વેચાણ થઈ રહ્યું છે.પોલીસે પ્રોવિઝન સ્ટોર પર
દરોડો પાડતા દુકાનમાંથી રૃા.૧૦,૬૫૦ની
કિંમતની ૭૧ ફીરકી મળી આવી હતી. જે જપ્ત કરી વેપારી દિપ વિમલભાઈ કોટડીયા ઉ.૨૧, રહે. ભોજરાજપરાની
અટકાયત કરી બી ડીવીઝન પોલીસ મથકે ગુનો
દાખલ કરાયો હતો.
બીજા બનાવમાં જેકા
ચોકમાં કેબીન રાખી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા રાજુ બચુભાઈ પરમાર (ઉ.૪૬, રહે. ભગવતપરા)
અને વિજય મનસુખભાઈ ડાભી( ઉ.૨૩,
રહે. આશાપુરા સોસાયટી, હનુમાનજી વાળી
શેરી) ને ઝડપી લીધા હતા. આ બંને પાસેથી રૃા.૩૭૫૦ની કિંમતની ૨૫ ફીરકી કબ્જે
કરી સીટી પોલીસ મથકે જાહેરનામા ભંગનો ગુનો
નોંધવામાં આવ્યો હતો.