સુરત સમિતિની શાળામાં ત્રણ શિક્ષકોને વિદેશ પ્રવાસ અને ગેરહાજરી મુદ્દે નોટીસ અપાઈ
સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કોસાડ આવાસની શાળાના આચાર્યએ મંજુરી વિના એક કરતાં વધુ વખત વિદેશ પ્રવાસ કર્યો તે મુદ્દો શાંત થયો નથી ત્યાં વધુ ત્રણ શિક્ષકોના વિદેશ પ્રવાસ વિવાદમાં આવ્યા છે. હાલમાં સમિતિની ત્રણ શિક્ષિકાઓની જાણ કર્યા વિનાની રજાનો વિવાદ ચાલી રહ્યો છે તેમાં એક શિક્ષિકા તો 11 વર્ષ સુધી વિદેશ રહ્યાં બાદ હાલ સુરત આવ્યા અને ફરીથી શિક્ષક તરીકેની નોકરી ની માંગણી કરી છે. તો બીજા એક શિક્ષિકા વિદ્યાર્થીઓના પરિણામ આપ્યા વિના જ ગાયબ થઈ ગયા હતા ત જ્યારે વધુ એક શિક્ષિકા સપ્ટેમ્બર મહિનામાં ગેરહાજર રહ્યાં બાદ ફરીથી હાજર થયા જ ન હોવાથી નોટિસ આપવામાં આવી છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ મસિતિ વિવાદનિું બીજુ નામ બની રહી છે તેના કારણે સમિતિની પોઝીટિવ બાબતો પણ દબાઈ રહી છે. શિક્ષણ સમિતિમા મન ફાવે તેમ નોકરી કરતા શિક્ષકોના કારણે સમિતિની ઈમેજને ધક્કો લાગી રહ્યો છે. હાલમાં જ કોસાડની શાળાના આચાર્ય સંજય પટેલ પાલિકા - સમિતિની કોઈ પણ જાતની મંજુરી વિના 33 વખત દુબઈ પ્રવાસ કરી આવ્યા છે અને તેઓનું ધંધાદારી વલણ ના કારણે તેમને સસ્પેન્ડ કરવામા આવ્યા છે.
ત્યાર બાદ વધુ એક શિક્ષિકાના વિદેશ પ્રવાસના કારણે પણ વિવાદ ઉભો થયો છે. શિક્ષણ સમિતિમાં હીના પરમાર નાની શિક્ષકા 11 વર્ષ પહેલા દુબઈ ગયા હતા અને ત્યાં જ રહી ગયાં હતા. પાલિકાએ નોટિસ આપતા તેઓએ ઓનલાઈન રાજીનામું આપી દીધું હતું ત્યાર બાદ હાલમાં 2024માં તેઓ સુરત આવ્યા છે અને તેઓ ફરીથી નોકરી કરવા માટે અપીલમાં ગયા છે અન્ય એક કિસ્સામાં શાળા ક્રમાંક 101માં સીમા રાઠોડ નામની શિક્ષિકા 11 નવેમ્બરથી શાળામાંથી ગેરહાજર છે અને તેઓ પરિણામ તૈયાર કર્યા વિના જ જતા રહ્યાં હતા તેથી વિદ્યાર્થીઓના પરિણામ માં ભારે મુશ્કેલી પડી હતી. તેમને સમિતિ દ્વારા વારંવાર જાણ કર્યા છતાં તેઓ હાજર થતાં નથી.
ત્રીજા કિસ્સામાં શાળા ક્રમાંક 189માં પુજા કામલીયા વિદેશ જવાની મજુરી લઈને રજા પર ગયાં હતા તેએ 6 સપ્ટેમ્બરના રોજ ફરીથી ફરજ પર હાજર થવાનું હતું રંતુ તેઓ હજાર ન થતાં તેમને અનેક વખત સમિતિ દ્વારા નોટિસ મોકલવામા આવી છે. ત્યાર બાદ પણ કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. જોકે, હાલમાં તેઓએ વિદેશથી રાજીનામું મોકલી આપ્યું છે. જોકે, સમિતિમાં રુબરુ રાજીનામું આપે તો જ સ્વીકાર થાય તેવી પ્રથા ચાલી આવી છે આવા શિક્ષકો સામે પાલિકા - શિક્ષણ સમિતિ કોઈ કડક પગલાં ભરતી ન હોવાથી ઘટનાનું પુનરાવર્તન થાય છે.
આવા શિક્ષકો સામે નિયમો મુજબ આકરા પગલા ભરાશે: શિક્ષણ સમિતિ અધ્યક્ષ
સુરત પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિમાં કેટલાક શિક્ષકો ના કારણે સમિતિ અને પાલિકાની ઈમેજને ફટકો પડવા સાથે વિદ્યાર્થીઓના ભાવિ સાથે પણ ચેકા થઈ રહ્યાં છે. કેટલાક શિક્ષકો નિયમોની ઉપરવટ જઈને જે કામગીરી કરી ર્હાયં છે તેની સામે આકરા પગલાં ભરવામાં આવશે તેવો સંકેત શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા આપવામાં આવ્યો છે.
શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડીયાએ કહ્યું છે કે, તમામ શિક્ષકોએ સમિતિ અને પાલિકાના નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. ઓનલાઈન રાજીનામું સમિતિએ સ્વીકાર્યું નથી. તમામ કેસની તપાસ ચાલી રહી છે એની તપાસ બાદ કસુરવાર શિક્ષકો સામે આકરા પગલાં ભરવામાં આવશે.